click here to go to advertiser's link
Visitors :  
11-Aug-2026, Tuesday
Home -> Bhachau -> Bhachau police book trio under essential commodities act for illegal use of urea
Tuesday, 11-Aug-2026 - Bhachau 633 views
સરકારી યુરિયા ખાનગી ફેક્ટરીઓમાં પધરાવવાનું કૌભાંડઃ ભચાઉમાં ત્રિપુટી સામે ફરિયાદ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે રાહત દરે અપાતાં સબ્સિડાઈઝ્ડ નીમ કોટેડ યુરિયાને ઔદ્યોગિક વપરાશ માટે સગેવગે કરવાના વધુ એક કિસ્સામાં ત્રણ જણ સામે ભચાઉ પોલીસે વિધિવત્ ફરિયાદ દાખલ કરી છે. એક માસ અગાઉ ૧૬ જૂલાઈના રોજ ભચાઉ પોલીસે વેરાઈકૃપા હોટેલ પાસે આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડીને યુરિયાની ૬૮ બોરી શક પડતાં મુદ્દામાલ તરીકે જપ્ત કરી ત્યાં હાજર ત્રણ જણ સામે કાયદેસર કાર્યવાહી કરેલી.
પોલીસે યુરિયાની ૬૮ બોરી કબજે કરેલી

ગોડાઉનમાંથી પોલીસે સરકારી યુરિયા ભરેલી પીળા રંગની ૨૭ બોરી કબજે કરેલી અને સ્થળ પરથી અન્ય ૪૧ નંગ ખાલી થેલી જપ્ત કરેલી. સરકારી યુરિયાની થેલીઓમાંથી યુરિયા કઢાઈને સફેદ રંગની બોરીઓમાં ભરાયેલું. આ બોરીઓ પર ઔદ્યોગિક વપરાશ માટેનુ ટેકનિકલ ગ્રેડ યુરિયા લખેલું હતું. પોલીસે યુરિયા ભરેલી ૪૧ સફેદ બોરીઓ પણ કબજે કરેલી.

બનાવ અંગે ખેતીવાડી વિભાગને જાણ કરાયાં બાદ જૂનાગઢની લેબમાં સેમ્પલ મોકલાયેલાં. આ સેમ્પલમાં જપ્ત કરાયેલું તમામ યુરિયા ખેતીમાં વપરાશ માટે લેવાતું નીમકોટેડ યુરિયા હોવાનો અહેવાલ આવ્યો છે.

અહેવાલના આધારે પોલીસે જે-તે સમયે ગોડાઉનમાંથી પકડાયેલાં રાજેન્દ્રસિંહ રઘુભા વાઘેલા (ઉ.વ. ૩૮, રહે. નવચેતન અંધજન મંડળ પાછળ, ભચાઉ), હર્ષદ કમલેશભાઈ પંડ્યા (ઉ.વ. ૨૪, રહે. ખેતરપાળનગર, અંજાર) અને શિવમ ધનજીભાઈ બાલાસરા (ઉ.વ. ૩૦, માધવવિલા, ગુલાબ મિલ રોડ, અંજાર) વિરુધ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ સરકાર તરફે ફરિયાદ દાખલ કરી છે.

Share it on
   

Recent News  
લૂટેરી દુલ્હન ગેંગ લગ્નના નામે વાગડના વરરાજાને ૨.૫૩ લાખનો ચૂનો ચોપડી ગઈ!
 
માંડવીના પદમપરના વેપારીના ખાતામાંથી બારોબાર ૯.૨૪ લાખ રૂપિયા ઊડી ગયાં!
 
મુંદરાના લુણીના ચકચારી જમીન કૌભાંડમાં સંડોવાયેલા નોટરીના માણસને જામીનનો ઈન્કાર