click here to go to advertiser's link
Visitors :  
17-Aug-2026, Monday
Home -> Bhachau -> 32 Booked After Violent Clash Over Personal Enmity Car Vandalized
Monday, 17-Aug-2026 - Bhachau 1948 views
ભચાઉમાં અંગત અદાવતમાં ઘાતક હથિયારો સાથે ખેલાયું ધીંગાણું: સામસામે ૩૨ સામે ફરિયાદ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં રસ્તા પરથી વાહન લાવવા લઈ જવા મુદ્દે બે મહિના અગાઉ બારોટ અને કાંઠેચા પરિવારો વચ્ચે થયેલી બોલાચાલીની અદાવતમાં ગત રાત્રે ભચાઉના આર્મી સર્કલ પાસે હિંસક જૂથ અથડામણ થઈ હતી. બેઉ પરિવારોના સગાં-સંબંધીઓના ટોળાંએ એકમેક પર પથ્થરમારો કરી, ધોકા અને ધારિયા જેવા શસ્ત્રોથી હુમલા કરતાં બેઉ પક્ષે પંદરેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે સામસામી ૩૨ લોકો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાઈ છે.

બે મહિના અગાઉ ભટ્ટ પાળિયા વિસ્તારમાં વાલજી બારોટના પુત્ર અમિત બારોટ અને તેના ભાઈ દેવેન્દ્ર બારોટના પુત્ર હર્ષિત બારોટનો જય મુકેશભાઈ દાફડા સાથે વાહન લાવવા લઈ જવા મુદ્દે ઝઘડો થયેલો. આ ઝઘડાની અદાવતમાં હર્ષિત બારોટના કહેવાથી એક અજાણ્યા યુવકે જયના સંબંધી પ્રિન્સ દિનેશભાઈ કાંઠેચાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ધાક-ધમકી કરતી કોમેન્ટ કરેલી.

પોસ્ટ કરેલી કોમેન્ટનો મામલો સાયબર પોલીસ પાસે પહોંચેલો. તપાસમાં પોસ્ટ કરનાર યુવકના મિત્રએ હર્ષિતના કહેવાથી આ કોમેન્ટ લખાઈ હોવાનું જણાવતાં બેઉ પક્ષો વચ્ચે કડવાશ વધેલી.

આ મુદ્દે ગત રાત્રે બંને પક્ષના લોકો હથિયારો સાથે સામસામે આવી ગયેલાં. એકમેક પર પથ્થરમારો કરેલો. જેમાં બંને પક્ષના લોકોને ઈજા થઈ હતી. વર્ના કારને નુકસાન થયું હતું. બંને પક્ષે એક એક જણને માથામાં ઈજાઓ થતાં પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

અંગત ડખામાં બાર એસો. પોલીસ પાસે પહોંચ્યું

એક પક્ષના ઘવાયેલાં લોકોમાં નવીન રવજી દાફડા, મનોજ નામેરી દાફડા અને હરેશ હધુભાઈ કાંઠેચા ત્રણે વકીલો છે. અંગત અદાવતમાં સર્જાયેલી હિંસક અથડામણમાં ભચાઉ બાર એસોસિએશને બનાવ અંગે તટસ્થ તપાસ કરવા પોલીસને રજૂઆત કરી છે.

ઘટના અંગે સુરેશ હધુભાઈ કાંઠેચાએ ૧. નયન વાલજી બારોટ ૨. અમિત વાલજી બારોટ ૩. મુકેશ ગાભા બારોટ ૪. ભરત બબા બારોટ ૫. નવીન મણિલાલ બારોટ ૬. સુરેશ મોહન બારોટ ૭. વિજય બારોટ ૮. દલા બબા બારોટ ૯. હિતેશ ભરત બારોટ ૧૦. અરવિંદ મગન બારોટ ૧૧. સુરેશ અરવિંદ બારોટ ૧૨. નયના વાલજી બારોટ ૧૩. મુન્ના બારોટ ૧૪. અંજલિ મુન્ના બારોટ ૧૫. હિના વાલજી બારોટ ૧૬. દેવુ અરવિંદ બારોટ ૧૭. ભાવેશ પચાણ બારોટ ૧૮. બબા ગેલા બારોટ ૧૯. ગાભા ભોજા બારોટ અને ૨૦. અજય બારોટ સામે ફરિયાદ નોંધાવી છે.

સામા પક્ષે નવીન મણિલાલ બારોટે ૧. એડવોકેટ હરેશ હધુભાઈ કાંઠેચા ૨. સુરેશ હધુભાઈ કાંઠેચા ૩. મુકેશ રવજી દાફડા ૪. રાજેશ ઊર્ફે બિલ્લુ હરજી દાફડા ૫. રમેશ રવજી દાફડા ૬. ભરત વજુભાઈ દાફડા ૭. એડવોકેટ મનોજ નામેરી દાફડા ૮. નરેશ વજુભાઈ દાફડા ૯. લાલો શિવાભાઈ દાફડા ૧૦. જય મુકેશ દાફડા ૧૧. એડવોકેટ નવીન રવજી દાફડા અને ૧૨. હિમેશ દિનેશ કાંઠેચા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. ભચાઉ પોલીસે એકસરખી કલમો તળે બંને પક્ષની સામસામી ફરિયાદો દાખલ કરી છે.

Share it on
   

Recent News  
પેટનો બળ્યો ગામ બાળે તે આને કહેવાય! ૧૫ હજારના બિલ ખાતર ૧.૧૦ કરોડનું નુકસાન કર્યુ
 
તુણામાં મધરાતે વંડી ઠેકી ઘૂસેલાં બે લૂંટારાએ ડોશીમાનું મોઢું ગળું દબાવી લૂંટ કરી
 
ગાંધીધામઃ સાયબર ફ્રોડ માટે બેન્ક ખાતાં ભાડે આપવાના ગંભીર ષડયંત્રનો થયો પર્દાફાશ