click here to go to advertiser's link
Visitors :  
18-May-2024, Saturday
Home -> Anjar -> Man sentenced to 3 year Jail for theft in grocery store at Dudhai
Saturday, 04-May-2024 - Dudhai 16612 views
દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના.. દુકાનમાં ચોરી બદલ એક જ માસમાં ૩ વર્ષની કેદ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ જૂની દુધઈ ગામે કરિયાણાની દુકાનનો દરવાજો તોડીને ૩૨૦૦ રોકડાં રૂપિયા અને ચા, ખાંડ, મરચાં મળી ૪ હજાર ૭૪૦ રૂપિયાની ચીજવસ્તુની ચોરી કરનાર ચોરને કૉર્ટે ૩ વર્ષની કેદ અને ૫ હજારનો દંડ ફટકાર્યો છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ગુનો નોંધાયા બાદ પોલીસે તુરંત આરોપીની ધરપકડ કરીને એક અઠવાડિયામાં ચાર્જશીટ દાખલ કરેલી. કૉર્ટે પણ એક જ માસની અંદર ટ્રાયલ ચલાવીને અપરાધી ઠેરવી સજા ફટકારી છે.

જૂની દુધઈની બજારમાં કરિયાણાની દુકાન ધરાવતા કરસનભાઈ નાથાભાઈ ગોઠી (પટેલ)એ ગામના યુવક જાકિલશા ઊર્ફે જાબુડો નુરશા ફકીર (ઉ.વ. ૨૦) વિરુધ્ધ દુકાનમાંથી ચોરી કરી હોવાની ગત ચોથી એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. ચોરીનો બનાવ  ૨૮ માર્ચની રાત્રે બન્યો હતો. ચોરી કોણે કરી તે અંગે ફરિયાદી તેમની મેળે તપાસ કરતા હતા ત્યારે ગામના બે યુવકે તેમને જણાવ્યું હતું કે દુકાનમાં જાકિલશાએ ચોરી કરી હતી અને તેને તેમણે નજરોનજર જોયો હતો. બનાવની રાત્રે જાકિલશા ફરિયાદીની દુકાન પાસે ઊભો હતો.

જાકિલશાએ બેઉ યુવકને મારે દુકાન તોડીને ચોરી કરવાની છે, તમે બેઉ અહીંથી ભાગી જાવ કહીને ત્યાંથી જતાં રહેવા કહ્યું હતું. બાદમાં દુકાન ઉપર ચઢીને ઉપરનો દરવાજો તોડવા માંડ્યો હતો.

આ કેસમાં પોલીસે તુરંત આરોપીની ધરપકડ કરીને એક જ અઠવાડિયામાં જરૂરી પૂરાવા, સાક્ષીઓના નિવેદનો નોંધીને કૉર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ જે.એસ. પરમારે પણ ઝડપથી ટ્રાયલ ચલાવીને જાકિલશાને દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ એચ.એસ. ચૌધરીએ દલીલો કરી હતી. દુધઈના પો.સ.ઈ. એમ.એમ. ઝાલાએ વરિષ્ઠ અધિકારીઓની મદદ માર્ગદર્શનથી કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, જાકિલશાએ ૩૧ માર્ચની રાત્રે ગામના નરભેરામ ચામરીયા (પટેલ)એ ઘર બહાર પાર્ક કરેલી મોટર સાયકલની પણ ચોરી કરી હતી. આ ફરિયાદ પણ ચોથી એપ્રિલે દાખલ થયેલી.

Share it on
   

Recent News  
રણમાં ખૂની ખેલ ખેલનારાં ૧૬ આરોપી રીમાન્ડ પર ધકેલાયાં પણ ત્રણ બંદૂકો ના મળી
 
મોટા ધાવડામાં પકડાયેલાં સરકારી અનાજ મામલે તંત્રએ ધરાર કશી કાર્યવાહી જ ના કરી!
 
મુંબઈની હૉર્ડિંગ દુર્ઘટનામાં ૧૬ જણનો ભોગ લેનારો કચ્છી ભાવેશ ભીંડે ઝડપાયો