click here to go to advertiser's link
Visitors :  
24-Jun-2026, Wednesday
Home -> Abdasa -> One more IAF Jawan kills self at Naliya
Wednesday, 06-Dec-2023 - Naliya 18981 views
ભાનાડા એરબેઝમાં ફરજરત સુરક્ષા જવાનની માથામાં ૩ ગોળી ધરબીને આત્મહત્યા
કચ્છખબરડૉટકોમ, નલિયાઃ નલિયા ભાનાડાસ્થિત એરફોર્સ બેઝમાં સિપાઈ તરીકે ફરજ બજાવતાં હિમાચલ પ્રદેશના ૩૯ વર્ષિય સુરક્ષા જવાને માથામાં ગોળી મારી જીવનનો અણધાર્યો અંત આણી દેતાં સુરક્ષા દળોમાં અરેરાટી છવાઈ ગઈ છે. મંગળવારે સાંજે પોણા સાતથી સાતના અરસામાં બનાવ બન્યો હતો. ઘટનાની પ્રાથમિક તપાસ કરનારા નલિયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.બી. ટાપરિયાએ જણાવ્યું કે મરણ જનાર પરમજીતસિંઘ હરનામસિંઘ ડ્યુટી પર હતો.

તેણે ગાર્ડ રૂમમાં રાયફલને ઑટો મોડ પર રાખીને ટ્રિગર દબાવતાં જ ધડાધડ ત્રણ ગોળી માથાને વીંધી આરપાર નીકળી ગઈ હતી.

છેલ્લાં દોઢ વર્ષથી તે અહીં એકલો રહીને ફરજ બજાવતો હતો. મૃતકનો પરિવાર હિમાચલ પ્રદેશમાં વસવાટ કરે છે. આપઘાતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

પરિવારજનોના નિવેદન બાદ પરમજીતના અંતિમ પગલાં અંગે કોઈ જાણકારી મળી શકે. ઉલ્લેખનીય છે કે ગત ૧૫ નવેમ્બરની રાત્રે ભુજ એરબેઝમાં એરફોર્સના સ્પેશિયલ ગરુડ કમાન્ડોએ માથામાં પિસ્તોલથી ગોળી ધરબી આપઘાત કર્યો હતો. તો, ૧૮ નવેમ્બરે ખાવડા નજીક રણ સરહદે બીઓપીમાં તૈનાત સીમા સુરક્ષા દળના જવાને પણ માથામાં ગોળી મારી આપઘાત કર્યો હતો.

Share it on
   

Recent News  
કચ્છની હવાઈ સેવાની ક્ષિતિજ વિસ્તરીઃ મુંદરામાં આજથી અત્યાધુનિક એરપોર્ટનો શુભારંભ
 
સામખિયાળીમાં ૪.૪૫ લાખનું હેરોઈન અને આડેસરમાં ૨.૯૬ લાખનું એમડી પકડાયું
 
૧૫ વર્ષની કિશોરીના અપનયન અને દુષ્કર્મના ગુનામાં યુવકને ૨૦ વર્ષનો સખ્ત કારાવાસ