કચ્છખબરડૉટકોમ, નલિયાઃ વર્ષ ૨૦૧૯માં કચ્છ કલેક્ટર દ્વારા વળતર વનીકરણના ભાગરૂપે વન વિભાગને અબડાસાના ભાચુંડા અને કુણાઠીયા ગામે ફાળવાયેલી ૬૩૯ હેક્ટરથી વધુ જમીન પર ગેરકાયદે થયેલી પેશકદમી આજે દૂર કરાઈ જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ જમીનને ૨૦૨૨માં ભારતીય વન અધિનિયમ હેઠળ અનામત જંગલ જાહેર કરવામાં આવેલ. ભાચુંડા તથા કુણાઠીયા ગામના ખેડૂતો તથા અન્ય લોકોએ અંદાજીત ૩૭૦ હેક્ટર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બિનઅધિકૃત ખેતી વિષયક દબાણ કર્યું હતું. કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડૉ. સંદીપકુમાર અને નાયબ વન સંરક્ષક એચ.જે.ઠક્કરના માર્ગદર્શન હેઠળ આજે વન વિભાગની નલિયા દક્ષિણ રેન્જ સહિતના ૧૬૦ અધિકારી કર્મચારીઓ દ્વારા ૧૫ જેસીબી મશીન અને ૩૦ જેટલા ટ્રેક્ટરની મદદથી ૩૭૦ હેક્ટર વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
૧૩૫થી વધુ પોલીસ કર્મચારીઓના લોખંડી બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી હતી.
વન તંત્રએ આજે અંદાજે ૨૨૫ હેક્ટર વિસ્તારમાંથી દબાણ દૂર કર્યું છે અને આવતીકાલ સુધીમાં બાકીની અન્ય જમીન પણ ખુલ્લી કરી દેવામાં આવશે.
Share it on
|