click here to go to advertiser's link
Visitors :  
12-May-2026, Tuesday
Home -> Abdasa -> Dead body found in mysterious circumstances at Sudadhro Naliya
Wednesday, 05-Jun-2024 - Naliya 45685 views
અબડાસાના સુડધ્રોમાં ભેદી સંજોગોમાં પારકા ઘરેથી યુવકનો મૃતદેહ મળ્યો
કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના સુડધ્રો ગામે ભેદી સંજોગોમાં અન્યના ઘરમાંથી ગામના ૩૨ વર્ષિય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવ અંગે નલિયા પોલીસે અકસ્માત મોતની નોંધ પાડી તપાસ હાથ ધરી છે. નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગામના અબ્દુલ આમદ કેર નામના યુવક બેહોશ હાલતમાં મગન સુમારભાઈ મહેશ્વરીના ઘરમાંથી પડ્યો હતો. અબ્દુલના પરિચિત ઈશાક કેર તેને નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયાં હતા.

પરંતુ ફરજ પરના તબીબે તેને સારવાર પૂર્વે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. નલિયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.બી. ટાપરીયાએ જણાવ્યું કે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની શક્યતા જણાય છે. જો કે, આવતીકાલે સવારે તબીબોની પેનલ પાસે  પોસ્ટમોર્ટમ કરાયાં બાદ મૃત્યુનું સચોટ કારણ સ્પષ્ટ થશે. અબ્દુલ મગનના ઘરે શા માટે ગયેલો તે સહિતના મુદ્દે હજુ તપાસ ચાલું છે.

Share it on
   

Recent News  
ફિલ્મી ઢબે બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સુવઈના બે સગાં ભાઈને ૧૦ વર્ષની કેદ
 
નારાણપર નજીક ટ્રેલરની ટક્કરે ભુજની ૧૯ વર્ષિય આશાસ્પદ યુવતીનું સ્થળ પર મૃત્યુ
 
૨૨૦ના બદલે ૧૦૦નું પેટ્રોલ પૂર્યું તો બાઈકચાલકે પંપ કર્મચારીનો હાથ ભાંગી નાખ્યો!