click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Rapar -> Trio out for biryani kills shopkeepers son right in front of his father and brother at Rapar
Friday, 22-May-2026 - Rapar 30822 views
બિરયાની ખાવા ગયેલી ત્રિપુટીએ દુકાનદાર પિતા ભાઈની નજર સામે પુત્રને મારી નાખ્યો
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં ગત રાત્રે નજીવી બાબતે ત્રણ હિંસક યુવકોએ છરી ઝીંકી પિતા અને નાના ભાઈની નજર સમક્ષ ૨૨ વર્ષના યુવકની ઘાતકી હત્યા કરી દીધી હતી. હત્યામાં સામેલ એક યુવકને મૃતકના પિતા ભાઈએ સ્થળ પર જ પકડી લીધો હતો. સ્થળ પરથી નાસી છૂટેલાં બાકીના બે હત્યારાઓને રાપર પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે.
બિરયાની ખાતાં ખાતાં ચમચીઓ નીચે ફેંકવા માંડી

મૂળ ઉત્તર પ્રદેશના બેહરાઈચના વતની ૬૧ વર્ષિય રીયાસતઅલી શેખ છેલ્લાં દોઢ વર્ષથી રાપરમાં સ્થાયી થયાં છે. અહીંના દૂધ ડેરી વિસ્તારમાં તેમણે ભાડા પર દુકાન રાખી બોમ્બે એ-વન બિરયાની નામથી નોન-વેજ નાસ્તાની દુકાન ચલાવી રહ્યાં છે. રીયાસતઅલી સાથે તેમના બે પુત્રો મહેબુબ અને નિસાર પણ દુકાનમાં કામ કરે છે. ગઈકાલે સાંજે સવા છના અરસામાં તેમની દુકાને બાઈકથી ત્રણ યુવકો નાસ્તો કરવા આવેલાં. ત્રણે જણે નાસ્તો કરતાં કરતાં ટેબલ પર પડેલી ચમચીઓ નીચે ફેંકવા માંડેલી.

દુકાનદારે ઠપકો આપતાં ત્રિપુટીએ હત્યા કરી

નાસ્તો પીરસનાર નિસારે તેમને ચમચીઓ નીચે ફેંકવા ના પાડતાં ત્રણે જણ ગાળાગાળી કરવા માંડેલાં. નિસારે પિતાને વાત કરતા રીયાસતઅલીએ પણ તેમને આમ ના કરવા કહેતા ત્રિપુટી બાપ-બેટા જોડે ઝઘડવા માંડેલી. આ સમયે માર્કેટમાં ગયેલો મહેબુબ દુકાને પરત આવેલો. મહેબુબે પણ ત્રણે જણને ઠપકો આપતા ત્રિપુટી ઝપાઝપી પર ઉતરી આવેલી. ઉશ્કેરાયેલી ત્રિપુટી પૈકી બે જણે મહેબુબને પકડી રાખેલો અને એક જણે ભેઠમાંથી છરી કાઢીને મહેબુબના પેટમાં ઝીંકી દીધી હતી.

એક જણને પિતાએ પકડી લીધેલો, બે નાસી ગયેલાં

પિતા અને ભાઈની નજર સમક્ષ મહેબુબને છરી ઝીંકી આ ત્રિપુટી નાસવા માંડેલી પરંતુ પિતાએ નરેશ લખમણ કોલી (ઉ.વ. ૨૬) નામના એક જણને પકડી રાખેલો. ગંભીર રીતે ઘાયલ મહેબુબને ખાનગી વાહનમાં પ્રથમ રાપરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયેલો પરંતુ ડૂંટી ઉપર ગંભીર ઈજા હોઈ સઘન સારવાર માટે તેને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મહેબુબને ૧૦૮ મારફતે સામખિયાળી લઈ જવાતો હતો પરંતુ લાકડીયા નજીક તેણે કાયમ માટે આંખો મીંચી લીધી હતી.

મુખ્ય આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર

હત્યા અંગે જાણ થતાં રાપર પીઆઈ આર.એલ. ખટાણા સહિતનો પોલીસ સ્ટાફ એક્શનમાં આવી ગયો હતો. સ્થળ પરથી પકડાયેલા નરેશ કોલીએ જણાવ્યું તેઓ ત્રણે જણ બાદલપર પીછાણાના રહેવાસી છે. છરી મારનારો વિશન તરશી કોલી હતો અને ત્રીજો શખ્સ સંજય જેરામ કોલી હતો. મધરાત્રે પોણા બે વાગ્યે હત્યાની કલમો તળે ત્રણે સામે નામજોગ ગુનો નોંધીને પોલીસે ગણતરીના કલાકોમાં નાસી ગયેલાં બે જણ સહિત ત્રણે જણને દબોચી લીધા છે. બે આરોપીની ઓળખ પરેડ હજુ બાકી છે, મુખ્ય આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર વયનો હોવાની શક્યતા છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત