click here to go to advertiser's link
Visitors :  
14-May-2026, Thursday
Home -> Rapar -> Rapar Police Rescue Kidnapped Youth from Four Kidnappers Within Hours
Thursday, 23-Apr-2026 - Rapar 19673 views
રાપરમાં બાઈક પર ચાર જણે કર્યું યુવકનું અપહરણઃ પોલીસે ગણતરીના કલાકોમાં છોડાવ્યો
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં બાઈક પર ૧૯ વર્ષિય યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી ગયેલાં ચાર જણને રાપર પોલીસે તુરંત ઝડપી પાડીને તેમની ચુંગાલમાંથી અપહૃતને મુક્ત કરાવ્યો છે. પોતાની બહેન સાથે સંબંધ ધરાવતો હોવાની શંકા રાખીને મુખ્ય આરોપીએ તેના ત્રણ સાગરીતો સાથે મળીને યુવકનું અપહરણ કર્યું હતું.
‘બેનના ફોટા ફેસબૂક પર કેમ ચડાવે છે? કહી રાપર બોલાવ્યો

રાપરના દેશલપર ગામે રહેતા દિનેશ છગન કોલી (પારકરા)એ પોલીસને જણાવ્યું કે મંગળવારે સાંજે તેને તેના ઓળખીતા દિનેશ હરિ કોલીનો ફોન આવેલો. ‘તું મારી બેનના ફોટા ફેસબૂક પર કેમ ચડાવે છે? તેના સ્ટેટસ કેમ રાખે છે?’ તેમ કહીને દિનેશે ફરિયાદી જોડે ફોન પર ઝઘડો કરી બીજા દિવસે સવારે મળવા માટે રાપર બોલાવ્યો હતો. ફરિયાદી યુવક તેના માતા પિતાને બાઈક પર બેસાડીને ગઈકાલે બુધવારે સવારે રાપર આવેલો. આરોપી દિનેશ કોલીએ તેને ફોન કરીને રાપર સરકારી દવાખાને મળવા બોલાવેલો.

ટ્રાફિક વધુ હોઈ ફરિયાદી માતા પિતાને અન્ય વિસ્તારમાં ઉતારીને બાઈક લઈ એકલો તેને મળવા ગયેલો.

આરોપી દિનેશ કોલી બે બાઈક પર તેના ત્રણ સાગરીતો રામજી ઊર્ફે રામુ કલુભાઈ કોલી, પ્રકાશ બાબુ બોરીચા અને હરેશ કરસન કોલી સાથે સ્થળ પર આવ્યો હતો. ચારે જણે ફરિયાદીને પગમાં લોખંડના પાઈપનો પ્રહાર કરી, મુઢ માર મારીને બાઈક પર બેસાડીને રાપરના ગુરુકુળ પાસે આવેલા મંડપના ગોડાઉનમાં લઈ ગયેલાં.

રામુએ છરી બતાડીને તેને મારી નાખવાની ધમકી આપેલી.

ગોડાઉનમાં માર માર્યાં બાદ મુખ્ય આરોપી દિનેશ અને સાગરીતો ફરી બાઈક પર બેસાડીને દિનેશના ગામ વસાવાંઢ, ડાભુંડાના ઘરે લઈ ગયેલાં.

પિતાએ તરત પોલીસ પાસે દોડી દઈ જઈ જાણ કરી

પુત્ર સાથે અજુગતું થયું હોવાની આશંકા સાથે પિતા છગનભાઈ કોલીએ રાપર પોલીસ સ્ટેશને પહોંચીને પોલીસને વાત જણાવેલી. છગનભાઈની વાત જાણીને ચોંકી ઉઠેલાં પીઆઈ આર.એલ. ખટાણાએ તુરંત દિનેશને શોધવા જુદી જુદી ટીમ બનાવી શોધખોળ હાથ ધરેલી. ટેકનિકલ સોર્સથી માહિતી મળેલી કે દિનેશ હાલ ડાભુંડા બાજુ છે. જેથી પોલીસ જીપમાં છગનભાઈને બેસાડીને ડાભુંડા તરફ જવા નીકળેલી.

ચારે જણાં અપહૃત યુવકને બાઈક પર બેસાડીને વસાવાંઢથી ત્રિકમસાહેબના વીરડા વચ્ચે આવેલા વેરાન જંગલ વિસ્તારમાં લઈ ગયેલાં.

પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને ચારે અપહરણકારોને ઝડપી પાડી અપહૃત દિનેશને ગણતરીના કલાકોમાં તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. આ ઓપરેશનમાં પીએસઆઈ વી.એ. ઝા અને એચ. વી. કાતરીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Share it on
   

Recent News  
રાપરમાં છરીની અણીએ પંગુ વેપારીને લૂંટનાર ત્રણ ઝડપાયાં: અંગત અદાવતમાં બન્યો બનાવ
 
કંડલામાં ટીમ્બર ભરેલાં જહાજમાં ફ્યુમિગેશન સમયે ઝેરી ગેસથી ત્રણ મજૂરનાં મોત
 
બેન્કમાંથી બારોબાર ૬.૫૨ લાખ ઉપડી ગયાં! અંજારના વેપારી અને તેના ભાભી જોડે ઠગાઈ