click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Rapar -> Man kills elder brother with scythe over money dispute in Mangarh Dhuva Rapar
Saturday, 30-May-2026 - Gagodar 16465 views
રાપરના માનગઢ ઢુવામાં નાના ભાઈએ ધારિયું ઝીંકીને મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો
કચ્છખબરડૉટકોમ, રાપરઃ કંઈ કામ-ધંધો ના કરતા અને ગાંજો પીવાની ટેવ ધરાવતા મોટા ભાઈની નાના ભાઈએ ધારિયું મારીને હત્યા કરી નાખી છે. રાપરના ગાગોદર પોલીસ મથકથી ૧૩ કિલોમીટર દૂર આવેલા માનગઢ ઢુવા ગામે હત્યાનો બનાવ બન્યો હતો. માનગઢ ઢુવા ગામે ૫૦ વર્ષિય લક્ષ્મીબેન ભાણાભાઈ કોલી બે જુવાનજોધ અપરિણીત પુત્રો સાથે રહે છે. અત્યંત ગરીબીમાં જીવતા લક્ષ્મીબેનનો મોટો દીકરો મનસુખ (ઉ.વ. ૩૬) કશો કામ ધંધો કરતો નહોતો અને લાંબા સમયથી ગાંજાની લતે ચઢી ગયો હતો.

નાનો દીકરો શ્રવણ (ઉ.વ. ૩૨) ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે.

ગુરુવારે સવારે આઠ વાગ્યાના અરસામાં મનસુખે માતા પાસે પૈસા માગેલા. માતાએ પૈસા આપવાનો ઈન્કાર કરતા મનસુખ માતા જોડે ઝઘડવા માંડેલો.

પૈસા માટે મનસુખ માતા સાથે અવારનવાર ઝઘડા કરતો હોઈ ઘરમાં હાજર નાના ભાઈ શ્રવણે પિત્તો ગુમાવ્યો હતો. તેણે મોટા ભાઈને ઠપકો આપતા મોટા ભાઈ મનસુખે લાકડી ઉગામી હતી.

આવેશમાં આવી જઈને શ્રવણે ચુલા પાસે બળતણ કાપવા માટે પડેલું ધારિયું ઉગામીને મનસુખના પગ અને બંને હાથમાં ઝીંકી દીધું હતું. ગંભીર ઈજાથી મનસુખ ફસડાઈ પડ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે બીજા દિવસે સગી જનેતા લક્ષ્મીબેને નાના પુત્ર પર મોટા પુત્રની હત્યા નીપજાવવાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે શ્રવણની ધરપકડ કરી લીધી છે. ગુનાની તપાસ ગાગોદરના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે. હુણ કરી રહ્યા છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત