click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Rapar -> Biker killed in collision with Bolero carrying poppy straw near Balasar
Tuesday, 24-Feb-2026 - Balasar 41696 views
રાપરના બાલાસર પો.સ્ટે. નજીક પોસ ડેડા લઈને જતી બોલેરોની ટક્કરે બાઈકચાલકનું મોત
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના અંતરિયાળ બાલાસર ગામ પાસે પોસ ડેડા ભરેલી બોલેરોની ટક્કરે બાઈકચાલક યુવકનું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું છે. બાલાસર પોલીસ સ્ટેશન નજીક ગામ તરફ જતાં રોડ પર અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં જાટાવાડા ગામના અનિલ પ્રેમજીભાઈ ભટ્ટી નામના ૨૨ વર્ષિય યુવકનું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતના પગલે બોલેરો રોડ નીચે સાઈડમાં ઉતરી ગઈ હતી. દરમિયાન પાછળ આવતી સ્કોર્પિયો કાર બોલેરો પાસે ઊભી રહેલી.

બોલેરોમાં રહેલાં બે પોટલાં સ્કોર્પિયો કારમાં નાખવામાં આવ્યા હતા. લોકોની ભીડ સમક્ષ ભજવાઈ રહેલાં આ દ્રશ્યો વચ્ચે જાણકારો પોટલાંમાં પોસ ડેડા ભરેલાં હોવાનું ‘પામી’ ગયેલાં. દરમિયાન, બાલાસર પોલીસ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી. પીએસઆઈ વિકાસ ઝાએ જણાવ્યું કે બેઉ કારને યથાસ્થિતિ સ્થળ પર રાખી દેવાઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સ્કોર્પિયો કારમાં રાખવામાં આવેલાં બે પોટલાંમાં પચાસેક કિલો જેટલો શંકાસ્પદ માદક પદાર્થ હોવાની શક્યતા છે. જેના પગલે એફએસએલ તજજ્ઞોને તપાસ માટે સ્થળ પર બોલાવાયાં છે.

બંને કારના ચાલકો રાજસ્થાનના વતની છે અને ધોળાવીરાથી ખાવડા માર્ગે થઈ લખપતમાં સાંઘી સિમેન્ટના પ્લાન્ટ તરફ જતા હતા તેવું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત