click here to go to advertiser's link
Visitors :  
13-Dec-2025, Saturday
Home -> Rapar -> 25 year old youth brutally murdered near Gedi village in Rapar
Monday, 27-Jan-2025 - Rapar 75526 views
રાપરના આણંદપર ગેડી રોડ પર ગળામાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યા
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના આણંદપર અને ગેડી ગામના રોડ વચ્ચે ૨૫ વર્ષિય યુવકના ગળા પર છરી કે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નખાઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આડા સંબંધોમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું છે. ગત સાંજે સાતથી સાડા સાતના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો. મરણ જનાર અરવિંદ રામજી કોલી (રહે. આણંદપર)નો ગેડી જતાં રોડ પર મૃતદેહ પડેલો અને બાજુમાં મોટર સાયકલ પડેલી.

જાણ થતાં રાપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતક અરવિંદ અપરિણીત હતો અને વાડીમાં ખેતમજૂરી કરતો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આડા સંબંધોમાં તેની ઘાતકી હત્યા કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગે ઈન્ચાર્જ પીઆઈ એમ.એન. દવે તપાસ કરી રહ્યાં છે.

Share it on
   

Recent News  
રાપરના શાનગઢના રહીશ હોવાના નકલી સર્ટિ. પર ૮ પરપ્રાંતીય યુવકે CISFમાં નોકરી મેળવી
 
ભુજઃ પત્નીને આડો સંબંધ હોવાનો વહેમ રાખી પતિએ ધારિયું ઝીંકી પત્નીને રહેંસી નાખેલી
 
વાંઢિયાના કિસાનોના આંદોલનમાં અણધાર્યો વળાંકઃ વોંધ પાસે કિસાન સંઘનો ચક્કાજામ