click here to go to advertiser's link
Visitors :  
04-May-2024, Saturday
Home -> Nakhatrana -> SMC caught IMFL worth RS 12.13 Lakh from Chavdaka Nakhtrana
Friday, 11-Aug-2023 - Nakhtrana 59275 views
SMCએ ચાવડકામાંથી ૧૨.૧૩ લાખનો ૨૭૦ પેટી શરાબ ઝડપ્યોઃ ૩ સામે ફરિયાદ
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ પશ્ચિમ કચ્છમાં વીવીઆઈપી મુવમેન્ટ વચ્ચે લાંબા સમય બાદ રાજ્યસ્તરની ટૂકડીએ નખત્રાણાના ચાવડકા ગામે દરોડો પાડી ૧૨.૧૩ લાખના મૂલ્યનો ૨૭૦ પેટી શરાબ પકડતાં બૂટલેગરો સાથે ખાખીધારીઓમાં પણ હડકંપ મચી ગયો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઈ એ.વી. પટેલ અને તેમની ટૂકડીએ ચાવડકા ગામે રહેતાં લિસ્ટેડ બૂટલેગર જેઠુભા સાંગાજી જાડેજાના ઘરે દરોડો પાડ્યો હતો. જેઠુભાએ શરાબનો જંગી જથ્થો અંડરગ્રાઉન્ડ ટાંકામાં છૂપાવી રાખ્યો હતો.

પોલીસ દરોડાની આગોતરી ગંધ આવી ગઈ હોય તેમ આરોપી સ્થળ પર હાજર નહોતો. સ્થળ પરથી SMC એક બોલેરો અને એક મોટર સાયકલ મળી ૨.૮૦ લાખના બે વાહનો પણ જપ્ત કર્યાં છે. દરોડા અંગે નખત્રાણા પોલીસ મથકે જેઠુભા જાડેજા અને વાહનોના અજ્ઞાત માલિકો સામે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ગુનો દાખલ કરાવાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લાં ઘણાં સમયથી નખત્રાણામાં દેશી-વિદેશી શરાબના વેચાણનું પ્રમાણ વધી ગયું હતું. સ્ટેટ લેવલની ટીમના દરોડામાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ત્યારે, આગામી દિવસોમાં ફરજમાં બેદરકાર રહેલાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા છે.

Share it on
   

Recent News  
ઠેર ઠેર ઉગ્ર વિરોધ વચ્ચે મુંદરા ખાતે ભાજપે રાજપૂત ક્ષત્રિય કાર્યકર સંમેલન યોજ્યુ
 
સમુદ્રી જળસીમા ડ્રગ્ઝ માફિયાનો ગેટવે બનીઃ કુદરતી સંપદા અને સંસાધનોની લૂંટાલૂંટ
 
ઈલેક્ટોરલ બોન્ડના નામે ગરીબ દલિત ખેડૂતના મેળવેલાં ૧૦ કરોડ ભાજપ પાછાં આપેઃ ખડગે