click here to go to advertiser's link
Visitors :  
02-May-2024, Thursday
Home -> Gandhidham -> LCB detects two vehicle theft detains one accused from Kidana Gandhidham
Monday, 23-Oct-2017 - Gandhidham 40889 views
કિડાણામાંથી બાઈકચોર ઝડપાયો, બે બાઈક કબ્જે કરાયાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છ LCBએ ગાંધીધામના કિડાણામાંથી એક શખ્સની અટકાયત કરી બાઈકચોરીના બે ગુના ડિટેક્ટ કર્યાં છે. બાતમીના આધારે LCBએ કિડાણાની જગદંબા સોસાયટીમાં રહેતા મુકેશ કાનજી મહેશ્વરીને ઝડપ્યો હતો. મુકેશના ઝુંપડામાં પોલીસે તપાસ કરતાં ત્યાંથી બે બાઈક મળી આવ્યા હતા. પોલીસે બંને બાઈકના રજીસ્ટ્રેશનના આધારે તપાસ કરતાં એક બાઈક ગત સપ્ટેમ્બર માસમાં ચોરાયું હોવાનું બહાર આવ્યું હતું.

બીજું બાઈક ગત વર્ષના નવેમ્બર માસમાં ચોરાયું હતું. બંને બાઈક ચોરાયા અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદો નોંધાઈ હતી. બે પૈકી એક બાઈક મુંદરાના કપાયાનો પ્રેમજી મેઘજી મહેશ્વરી નામનો યુવક પોતાને આપી ગયો હોવાનું મુકેશે પોલીસને જણાવ્યું છે. પોલીસે પ્રેમજીને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.  હાલ પોલીસે બંને વાહનની 45 હજાર રૂપિયા કિંમત આંકી સીઆરપીસી કલમ 102 મુજબ કબ્જે કરી મુકેશની અટક કરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો છે.

Share it on
   

Recent News  
કેન્દ્ર અને ગુજરાતમાં BJPની ડબલ એન્જિન સરકાર છતાં કચ્છની આ દુર્દશાનો અંત ક્યારે?
 
નખત્રાણાના રાણારામાં વાંકોલ માતાના મંદિરેથી ૨૫ હજાર રોકડાં ભરેલી દાનપેટીની ચોરી
 
કૉર્ટમાં બોગસ બિલો મારફત કરોડોની સોપારી છોડાવી જનારા મુંબઈગરાનો જેલવાસ લંબાયો