click here to go to advertiser's link
Visitors :  
02-May-2024, Thursday
Home -> Gandhidham -> International Kite Festival celebrated at Gandhidham
Tuesday, 09-Jan-2018 - Gandhidham 36982 views
ગાંધીધામના નભને 61 દેશી-વિદેશી પતંગબાજે અવનવા પતંગોથી મઢ્યું
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટી તંત્રના સહયોગથી ગાંધીધામ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં ૧૧ દેશોના ૩૭ સહિત દેશના અલગ-અલગ રાજ્યોના ૨૪ પતંગબાજોએ વિધ-વિધ આકાર-પ્રકારનાં પતંગ ચગાવી આભમાં રંગબેરંગી આભા પાથરી દઇ પ્રવાસન વિભાગના ‘માણો એક નોખી રંગબેરંગી પતંગોની દુનિયા ખુશનુમા આકાશમાં’ સ્લોગનને જાણે વાચા આપી દીધી હતી.

ગાંધીધામ રમતગમત સંકુલમાં આયોજિત ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલનો સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે આકાશમાં બલુન તેમજ કાઈટ વિહરતા મુકી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં વિદેશી પતંગબાજો પણ બેઘડી પતંગ બાજુમાં મુકીને નૃત્ય કરવા માંડ્યા હતા. કાઈટ ફેસ્ટિવલમાં બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાંસ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, ઇટાલી, સ્પેન સહિતના ૧૧ દેશોના ૩૭ તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, રાજસ્થાન અને ગુજરાત-કચ્છના ૨૪ જેટલાં કાઈટીસ્ટએ અવનવાં આકાર અને રંગબેરંગી પતંગોને દોરી બાંધી આકાશમાં ઊંચે ને ઊંચે ચગાવ્યાં હતા. પતંગની સાથે દોરી પર જય જય ગરવી ગુજરાત લખેલો પતંગ પણ ચગાવાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના બાળકો અને આમંત્રિત મહેમાનો અને ગાંધીધામવાસીઓ દેશ-વિદેશના કાઇટીસ્ટોને દાદ આપી વધાવતાં જોવા મળ્યા હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ટુરીઝમના ડાયરેકટર અને ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ, અંજાર નગરપાલિકાના મહિલા અધ્યક્ષાઓ, જિલ્‍લા કારોબારી નવીનભાઈ જરૂ, પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ સહિતના પદાધિકારીઓ- અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(Source: Information Dept.)

Share it on
   

Recent News  
કેન્દ્ર અને ગુજરાતમાં BJPની ડબલ એન્જિન સરકાર છતાં કચ્છની આ દુર્દશાનો અંત ક્યારે?
 
નખત્રાણાના રાણારામાં વાંકોલ માતાના મંદિરેથી ૨૫ હજાર રોકડાં ભરેલી દાનપેટીની ચોરી
 
કૉર્ટમાં બોગસ બિલો મારફત કરોડોની સોપારી છોડાવી જનારા મુંબઈગરાનો જેલવાસ લંબાયો