click here to go to advertiser's link
Visitors :  
05-May-2024, Sunday
Home -> Gandhidham -> Gandhidham police caught 9 gamblers in two different raids
Sunday, 11-Mar-2018 - Gandhidham 31430 views
ગાંધીધામમાં બે જુદાં-જુદાં દરોડામાં 21 હજારની રોકડ સાથે 9 જુગારી ઝડપાયાં

કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આજે શહેરમાં બે અલગ અલગ સ્થળે દરોડા પાડી ગંજીફા વડે જાહેરમાં જુગાર રમતાં નવ ખેલીઓને 21 હજારની રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે જૂની સુંદરપુરીમાં વાલ્મિકી ચોકમાં જાહેરમાં જુગાર રમતાં રાજેશ સેંધાભાઈ ચૌહાણ (રહે. સુંદરપુરી), વિનોદ નારણભાઈ પરમાર (સુંદરપુરી), મુકેશ મનુભાઈ ઝાલા (ભારતનગર) અને રોહિત જેસંગભાઈ વાઘેલા (સુંદરપુરી)ને 10 હજાર 350ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યાં હતા. બીજી તરફ, પોલીસે ખોડીયારનગર ઝુંપડામાં આવેલા વાલ્મિકી સમાજના મંદિરની બાજુમાં જાહેરમાં તીનપત્તી ટીંચતા રાકેશ રામસ્વરૂપ શર્મા (મારૂતિ સોસાયટી, મેઘપર બોરીચી), રાજેન્દ્ર ભંવરલાલ શર્મા (રેલવે કોલોની, ગાંધીધામ), એમલા દર્શનામૂર્તિ આદિત્ય દ્રવિડ (ખોડીયારનગર ઝુંપડપટ્ટી), દિલાવર સતવીરસિંગ વાલ્મિકી (ખોડીયારનગર ઝુંપડપટ્ટી) અને મનદિપસિંગ રાજસિંગ ટાંક (ખોડીયારનગર ઝુંપડપટ્ટી) એમ પાંચ ખેલીઓને 10 હજાર 550 રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યાં હતા. નવેય આરોપી વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે.

Share it on
   

Recent News  
અંજારમાં પોલીસ પરિવારની સગીર દીકરીનો આપઘાતઃ ગાંધીધામમાં યુવકે ગળેટૂંપો ખાધો
 
દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના.. દુકાનમાં ચોરી બદલ એક જ માસમાં ૩ વર્ષની કેદ
 
ઠેર ઠેર ઉગ્ર વિરોધ વચ્ચે મુંદરા ખાતે ભાજપે રાજપૂત ક્ષત્રિય કાર્યકર સંમેલન યોજ્યુ