click here to go to advertiser's link
Visitors :  
18-May-2024, Saturday
Home -> Gandhidham -> Three accidental death reported in Anjar Gandhidham and Pragpar
Saturday, 04-May-2024 - Gandhidham 22029 views
અંજારમાં પોલીસ પરિવારની સગીર દીકરીનો આપઘાતઃ ગાંધીધામમાં યુવકે ગળેટૂંપો ખાધો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અંજારમાં રહેતા અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ રતનસિંહ રાજપુરોહિતની ૧૭ વર્ષિય સગીર દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ છે. શુક્રવારે બપોરે સાડા બારના અરસામાં નિમિષાએ અંજારની જન્મોત્રી સોસાયટીમાં આવેલા નિવાસસ્થાને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતાં પિતા તેને તત્કાળ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતા પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

અંજાર પોલીસે એક્સિડેન્ટલ ડેથ તરીકે નોંધ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે હતભાગી દીકરી ધોરણ ૧૧માં ભણતી હતી અને અપેક્ષા મુજબ પરિણામ ના આવતાં અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. મૂળ રાજસ્થાનના મારવાડના પાલીના વતની વીરેન્દ્રસિંહના પિતા નિવૃત્ત પીએસઆઈ છે. પરિવારના અન્ય સભ્યો પણ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.

ગાંધીધામમાં બેડ પર ગળેટૂંપો ખાઈ યુવકનો આપઘાત

ગાંધીધામની ગોસ્વામી હોસ્પિટલ પાછળ ટાટા પાવર સ્ટાન્ડર્ડ બિલ્ડીંગમાં રહેતા ૨૪ વર્ષિય યુવક કેતન રેવાભાઈ મકવાણાએ ઘરના બેડરૂમમાં ગળા પર રસ્સીના આંટા દઈ ગળેટૂંપો ખાઈ આપઘાત કરી લીધો છે. કેતન મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો. ગુરુવારે મોડી રાત્રે હતભાગી નોકરી પરથી ઘરે પરત ફર્યો હતો. પરિવારના અન્ય સભ્યો વતન ગયા હોઈ એકલો હતો. સવારે પરિવારજનોએ વારંવાર ફોન કર્યાં પરંતુ જવાબ ના મળતાં તેમણે કેતનના સસરા અજમલભાઈ મકવાણાને જાણ કરી ઘરે મોકલતાં બનાવ બહાર આવ્યો હતો. કેતનની લાશ બેડ પર પડી હતી અને ગળામાં વીસેક જેટલા આંટા મારેલી રસ્સી લટકતી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે એડી નોંધી મૃતદેહને પેનલ પોસ્ટ મોર્ટમ માટે જામનગર મોકલ્યો છે. આપઘાતનું કારણ સ્પષ્ટ થયું નથી.

ઝેરી દવા પીનારાં ટપ્પરના યુવકનું મોત નીપજ્યું

મુંદરા તાલુકાના ટપ્પરમાં ગત ૨૩ એપ્રિલના રોજ અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરનારા ૪૫ વર્ષિય હિરજી ખમુ કોલી નામના યુવકનું ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે મૃત્યુ નીપજ્યું છે. બનાવ અંગે પ્રાગપર પોલીસે તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
રણમાં ખૂની ખેલ ખેલનારાં ૧૬ આરોપી રીમાન્ડ પર ધકેલાયાં પણ ત્રણ બંદૂકો ના મળી
 
મોટા ધાવડામાં પકડાયેલાં સરકારી અનાજ મામલે તંત્રએ ધરાર કશી કાર્યવાહી જ ના કરી!
 
મુંબઈની હૉર્ડિંગ દુર્ઘટનામાં ૧૬ જણનો ભોગ લેનારો કચ્છી ભાવેશ ભીંડે ઝડપાયો