click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2026, Saturday
Home -> Gandhidham -> East Kutch SOG arrest Bihari Lady and Boy Carrying 35 KG Ganja
Tuesday, 04-Aug-2026 - Gandhidham 15262 views
SOGના હાથમાંથી અગાઉ છટકી ગયેલી બિહારી મહિલા ગાંજાની બીજી ખેપ વખતે રંગેહાથ ઝડપાઈ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ડ્રગ્ઝ માફિયાઓએ હવે માલની ખેપ માટે મહિલાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. પૂર્વ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપએ ૧૭ લાખ ૭૯ હજાર ૫૦૦ની કિંમતના ૩૫ કિલો ૫૯૦ ગ્રામ ગાંજા સાથે બિહારી મહિલા અને સાથે રહેલાં છોકરાની ધરપકડ કરી છે. અમના ખાતુન બશીર ઊર્ફે ગૌરી નામની ૪૩ વર્ષની આ મહિલા લાંબા સમયથી કચ્છ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં ગાંજાની ખેપ મારતી હોવાની પોલીસને આશંકા છે. દોઢેક માસ અગાઉ SOGએ તેની જડતી લીધેલી પરંતુ માલ ના મળતાં પોલીસે તેને જવા દીધી હતી.

સતત તેના પર વૉચ રાખીને બેઠેલી SOGએ આ વખતે અમના ખાતુનને કોમર્સિયલ ક્વૉન્ટિટી ગણાય તેટલા ગાંજાના નોંધપાત્ર જથ્થા સાથે સામખિયાળી આંબલિયારા રોડ પર નવાગામ તરફ જતા રસ્તેથી ઝડપી પાડી છે.

પેસેન્જરના સ્વાંગમાં ટ્રેન મારફતે ગાંજાની ખેપ

અમના બિહારના પટણાની રહેવાસી છે. બે સૂટકેસ અને એક થેલામાં ૭ પેકેટમાં ગાંજો વીંટીને બિહારના દાનાપુરથી અમદાવાદ રૂટની ટ્રેનમાં બેસી ગાંજો લઈ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ઉતરી હતી. અહીંથી તેણે ઓનલાઈન કેબ સર્વિસ મારફતે સામખિયાળી આવવા માટે અર્ટિગા કાર બૂક કરાવી હતી.

કોઈને શંકા ના જાય તે માટે પડોશમાં રહેતા આયુષકુમાર ઊર્ફે શિવમ્ પવનરાય નામના ૧૮ વર્ષના છોકરાને ફરવા લઈ જવાના બહાને સાથે લીધો હતો.

પોલીસે કારમાં રહેલી સૂટકેસ અને થેલા ચેક કરતાં ગાંજો મળી આવ્યો હતો. ગાંજા ઉપરાંત તેના કબજામાંથી રેલવે ટિકિટ, ૮૩૦૦ રોકડાં રૂપિયા, ૬ હજારના બે મોબાઈલ ફોન, સૂટકેસ વગેરે કબજે કરાયાં છે.

SOG પીઆઈ બી.વી. બોરીસાગરે જણાવ્યું કે દોઢેક માસ અગાઉ પણ અમે તેને પકડીને અંગઝડતી લીધેલી પરંતુ ત્યારે તેની પાસેથી કશું વાંધાજનક મળ્યું નહોતું. ટેકનિકલ સર્વેલન્સમાં આ મહિલા અગાઉ પાટણ અને બનાસકાંઠામાં પણ આંટા મારી ગઈ હોવાનું સ્પષ્ટ થયું છે.

ગાંજાની ડિલિવરી માટે અમનાને કિલોદીઠ સારું કમિશન મળતું હોવાનું પોલીસ માની રહી છે. સામખિયાળી ભચાઉમાં તે કોને ગાંજો સપ્લાય કરવા આવેલી તે અંગે કશું જણાવતી નથી. પોલીસે રિમાન્ડ પર લઈ ગહન પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ
 
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી