કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ અને માંડવી વચ્ચે આવેલા પુનડી ગામ પાસે ચોતરફ લીલીછમ્મ વનરાજી વચ્ચે અત્યંત સુવિધાસજ્જ વૈભવી ફાઈવ સ્ટાર રીસોર્ટ અને વિલા સાકાર થવા જઈ રહ્યું છે. ‘અવાના રીસોર્ટ એન્ડ વિલા’નું મેનેજમેન્ટ કરશે દેશની અગ્રણી ઈકોટેલ હોટેલ્સ એન્ડ રીસોર્ટની ચેઈન ‘ધ ઓર્કિડ હોટેલ્સ’ ગૃપ.
તાજેતરમાં પુનડી ખાતે આયોજીત એક સમારોહમાં ઓર્કિડ હોટેલ્સ ગૃપના ચેરમેન અને એમડી ડૉ. વિથલ કામત, તેમના પુત્ર અને ડાયરેક્ટર ડૉ. વિશાલ કામત અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. વરુણ સહાનીએ અવાના રીસોર્ટ એન્ડ વિલાના સ્થાપક સભ્યો અમીશ છેડા, છત્રપાલસિંહ જાડેજા અને મિનેશ ગઢવી વચ્ચે મેનેજમેન્ટ સહયોગ અંગે સત્તાવાર સિગ્નેચર વિધિ યોજાઈ હતી. સ્થાપક સભ્ય નિકેત રાંભિયાએ અવાનાનું વિઝન રજૂ કર્યું હતું.
ઉપસ્થિત મહેમાનોને એક ખાસ થ્રી-ડી વર્ચ્યુઅલ વૉક-થ્રૂનો અનુભવ કરાવવામાં આવ્યો હતો અને ધ ઓર્કિડ હોટેલ્સ દ્વારા તૈયાર કરાયેલા બે સુંદર વીડિયો પણ દર્શાવાયાં હતાં.
ઓર્કિડ ગૃપના ચેરમેન અને એમડી ડૉ. વિથલ કામતે ભારતીય હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીના પરિવર્તનશીલ સ્વરૂપ, ઓર્કિડ ગૃપના મૂલ્યો અને અવાના સાથેના સ્વાભાવિક જોડાણ વિશે ઊંડાણપૂર્વક વાત કરેલી. ત્યારબાદ અવાનાના સ્થાપક સભ્યો ઝુબિન શાહ, રઘુવીરસિંહ અને ભવન શાહ સાથે ઓર્કિડ ગૃપના પિતા પુત્રે પેનલ ડિસ્કશન કર્યું હતું.
ચર્ચામાં ભારતીય હોસ્પિટાલિટી ક્ષેત્રના નવા વલણો, કચ્છના ભાવિ વિકાસ અને અવાના ઓર્કિડ વચ્ચેના મૂલ્યસંવાદ વિશે પોતાનો દ્રષ્ટિકોણ શૅર કર્યો.
ઈવેન્ટમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ચાવડાએ તેમના સંબોધનમાં કચ્છમાં હોસ્પિટાલિટી અને ટૂરિઝમ ક્ષેત્રના વિકાસની નોંધ લીધી અને અવાના-ઓર્કિડની ભાગીદારીને આ વિસ્તારના વિકાસ માટેનું એક મજબૂત કદમ ગણાવી પ્રશંસા કરી હતી. ઉપસ્થિત મહેમાનો સમક્ષ નમૂનાકાર વિલાનું નિદર્શન સાથે સેલ્સ લાઉન્જ ખાતે ઈન્કવાયરીઝ અને ચર્ચાઓ યોજાઈ હતી. ભવન શાહે આભારવિધિ કરી હતી.
પ્રોજેક્ટ હાઈલાઈટ્સ
►રીસોર્ટ-શૈલીના જીવન માટે ડિઝાઈન કરાયેલા ૧૧૬ NA પ્લોટ્સ
►બેન્ક્વેટ અને અન્ય સુવિધાઓ સાથેની ૩૫ રૂમની હોટેલ
►મીની ગોલ્ફ, પિકલ બૉલ, પાર્ટી લોન, સ્વિમિંગ પુલ જેવી ૨૦થી વધુ થૉટફૂલી ક્યુરેટેડ લક્ઝરીયસ સુવિધાઓ
►વ્હાઈટ ગુડ્ઝ અને પ્રિમિયમ ઈન્ટીરિયર્સ સાથે સંપૂર્ણપણે ફર્નિશ્ડ વિલા’સ
►ભવ્ય નિવાસ સાથે ડેસ્ટિનેશન વેડિંગ માટે આદર્શ સ્થળ
►ઉચ્ચ સ્તરીય કોર્પોરેટ રીટ્રીટ્સ અને ઈવેન્ટ્સ માટે સંપૂર્ણપણે સજ્જ
►કચ્છના વિશ્વસનીય રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા ડિઝાઈન અને વિકાસ
►હાઈવે સાથે જોડાયેલા શાંત અને કુદરતી સ્થાન પર આવેલું
►વૉકથ્રૂ અને અનુભવ માટે નમૂનાકાર વિલા તૈયાર
►રાજ્યમાં આ પ્રકારનું પ્રથમ રીસોર્ટ ઑનરશીપ મોડલ
Website: https://avaana.in/
YouTube:
www.youtube.com/AvaanaResort
Instagram:
www.instagram.com/avaanaresortandvillas
Facebook:
www.facebook.com/avaanaresortandvillas
Share it on
|