| 
									કચ્છખબરડૉટકોમ, ભુજઃ  ભુજની મુક્તજીવન સ્વામીબાપા કૉલેજમાં પીટી ટીચર તરીકે ફરજ બજાવતી ૨૫ વર્ષિય યુવતીનું માધાપર પોલીસ સ્ટેશન સામેના સર્કલ પર ટ્રક નીચે કચડાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે.                                                                        મરણ જનાર નંદિની લાલજીભાઈ પિંડોરીયા અપરિણીત હતા અને માધાપર નવા વાસના ઐશ્વર્યાનગરમાં રહેતા હતા. આજે સવારે મોપેડથી કૉલેજ તરફ જતા હતા ત્યારે રસ્તામાં એકાએક મોપેડ સ્લીપ થઈને નીચે પટકાતાં પાછળ આવી રહેલી ટ્રક નીચે તેમનું માથું ચગદાઈ ગયું હતું.                                    									 હપ્તાખાઉ બની ગયેલી ટ્રાફિક પોલીસના પાપે પશ્ચિમ કચ્છમાં બેફામ ઝડપે દોડતાં ભારેખમ વાહનો કે ઓવરલોડ વાહનો સામે કોઈ એક્શન લેવાતાં નથી. રોજ ક્યાંક ને ક્યાંક કોઈકનું મોત નીપજી રહ્યું છે છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ વડોદરાના ભેરુ માટે ‘કમાવી’ આપતાં વહીવટદારની બદલીનો થપ્પો થપ્પો રમી, ધુતરાષ્ટ્ર બની લોકોના મોત નિહાળી રહ્યાં છે. કમકમાટીભરી ઘટનાની ક્લિપ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. માધાપર પોલીસ સ્ટેશન સામે આવેલા આ સર્કલ પર વહેલી સવારથી મોડી રાત સુધી ટ્રાફિક ડેન્સીટી ભારે રહે છે છતાં ભાગ્યે જ કોઈ ટ્રાફિક પોલીસ કર્મી હાજર જોવા મળે છે. 
                                    Share it on
                                                                        
                                    
                                    
                                    									                                    
                                    
                                    
                                 |