click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhuj -> LCB West expose illegal cow slaughtering in Alaiya Vandh near Khavda
Saturday, 07-Jun-2025 - Khavda 16695 views
નાના દિનારા નજીક અલૈયાવાંઢમાં ગાયનું ગેરકાયદે કતલખાનું ઝડપાયું: એક ગાય બચી ગઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાની રણકાંધી નજીક નાના દિનારા ગામ પાસે અલૈયાવાંઢની સીમમાં ગૌવંશ કતલના બનાવનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસને જોઈ કતલ કરી રહેલા બે શખ્સો સ્થળ પરથી નાસી છૂટ્યાં છે. પોલીસે ઘટનાસ્થળેથી એક જીવતી ગાયને બચાવી લીધી છે અને કતલ કરાયેલી બીજી ગાયનું ૫૦ કિલોગ્રામ માંસ તથા અવશેષોને દટાવી દઈ, કતલમાં વપરાયેલા ઓજારો અને અન્ય  સાધનસામગ્રી કબજે કરી છે.

બાતમીના આધારે એલસીબીએ અલૈયાવાંઢના સીમાડે આવેલા તળાવની પાળ નજીક બાવળોની ઝાડીમાં દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને આરોપી સાલેમામદ જાકબ સમા અને હકીમ કાસમ સમા (રહે. બેઉ નાના દિનારા) સ્થળ પરથી નાસી છૂટ્યાં હતાં.

સ્થળ પરથી કતલ કરવાના હેતુ માટે બાંધી રખાયેલી એક જીવિત ગાયને પોલીસે છોડીને પાંજરાપોળ મોકલી આપી છે.

બેઉ જણે અન્ય એક ગાયની કતલ કરી હતી તેનું માંસ લઈ, સ્થળ પર પરીક્ષણ કરાવી, તે માંસને ત્યાં જ ખાડો ખોદી પોલીસે દટાવી દીધું છે. ગાયની કતલ માટે વપરાયેલાં ઓજારો અને અન્ય સાધનસામગ્રી કબજે કરાઈ છે. બેઉ સામે ખાવડા પોલીસ મથકે વિવિધ કલમો તળે સરકાર તરફે ફરિયાદ નોંધાવાઈ છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?