click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhuj -> How SP West Kutch overlooks his duty Read More
Saturday, 07-Jun-2025 - Bhuj 15204 views
૧૦ લાખની ઠગાઈના ગુનામાં આરોપીઓને છાવરી SP વિકાસ સુંડાએ પોતે ગંભીર ફરજચૂક કરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દસ લાખની ઠગાઈના કેસમાં ફરિયાદ નહીં નોંધી ચીટરો પાસેથી દોઢ લાખનો તોડ કરનારા ભુજના કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરી, સસ્પેન્ડ કરવાના બદલે ચીટરોને પણ છાવરનારા એસપી વિકાસ સુંડાએ ગંભીર ફરજચૂક કરી હોવાનું વર્તાઈ આવે છે. આ મામલે ઉચ્ચ સ્તરે ગંભીર નોંધ લેવાઈ છે અને આગામી થોડાંક દિવસોમાં તટસ્થ કાર્યવાહી થાય તેવી શક્યતા છે. ભાજપના એક કહેવાતા ચૂંટાયેલા નેતાના ઈશારે કોન્સ્ટેબલને છાવરવા માટે એસપી વિકાસ સુંડાએ રીઢા ચીટરોને પણ છાવર્યાં હોવાનું વર્તાઈ આવે છે.

જાણે નેતાજીની રહેમ નજરમાં રહેવા માટે આ IPS અધિકારીએ પોતાના કાયદેસરના હક્ક અને ફરજને નેવે મૂકી, ચીટરો સામે ગુનો નોંધી રૂપિયા રીકવર કરવાના બદલે LCBના માધ્યમથી કોન્સ્ટેબલ તેમજ ચીટરો પાસેથી ભોગ બનનારને બારોબાર રૂપિયા અપાવીને સંતોષ માની લીધો છે.

પોતાના પર કોઈ આરોપ ના આવે તે માટે હેડ કોન્સ્ટેબલની નરામાં બદલી કરી નાખી છે અને ગુનાનો ભોગ બનનાર પાસે પોતે કોઈ ફરિયાદ લખાવવા ઈચ્છતો નથી તેવું લખાવડાવી લેવાયું છે.

સમગ્ર ઘટનાક્રમની ઉચ્ચસ્તરે ગંભીર નોંધ લેવાઈ છે અને આગામી થોડાં દિવસોમાં આ મામલે તટસ્થ અને નક્કર કાર્યવાહી થાય તેવા સંકેતો સાંપડી રહ્યાં છે.

૧૮ પોલીસ કર્મચારીઓને તત્કાળ છૂટાં થવા હુકમ

અન્ય પોલીસ મથકોમાં બદલી થવા છતાં મૂળ જગ્યાએ પડ્યા પાથર્યાં રહેલાં ૧૮ પોલીસ કર્મચારીઓને તત્કાળ અસરથી બદલી થયેલી જગ્યાએ હાજર થવા સુંડાએ હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કચ્છમાં બદલી કરાયાં છતાં અનેક વહીવટદારો અને રીઢા પોલીસ કર્મચારીઓ યેનકેન રીતે મૂળ જગ્યાએ પડ્યા પાથર્યાં રહેતા હોવાનો કચ્છખબરે ૨૪ મેના રોજ અહેવાલ પ્રગટ કર્યો હતો.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?