કચ્છખબરડૉટકોમ, ભુજઃ જેમ જરૂરતમંદ દર્દીને નવજીવન માટે અંગદાન ઉપયોગી છે તેમ મેડિકલ સંશોધન માટે દેહદાન પણ ઉપયોગી છે. અદાણી મેડિકલ કૉલેજે દેહદાન માટે યોજાયેલા એક પરિસંવાદમાં સમાજ અને સ્વૈચ્છિક સંસ્થાઓને દેહદાન માટે આગળ આવવા અનુરોધ કર્યો છે. ભુજની રોટરી ક્લબ ઑફ ફ્લેમિંગોના ઉપક્રમે યોજાયેલા પરિસંવાદમાં મેડિકલ કોલેજના મદદનીશ ડીન અને એનેટોમી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. સાગ્નિક રોયે મુખ્ય વક્તા તરીકે દેહદાન માટે અનુરોધ કર્યો હતો. દેહદાન સ્વીકાર અંગેના મૃત્યુ પ્રમાણપત્ર, ફોટો અને નિકટના સ્વજનની સહમતિ સહિતની આધારભૂત જરૂરિયાતની વિસ્તૃત સમાજ આપી કહ્યું કે દેહદાનમાં આવતા નશ્વર દેહનો મેડિકલ કૉલેજ દ્વારા સંપૂર્ણ મલાજો જાળવીને સંશોધન અને શિક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. દેહદાનના સ્વીકાર માટે નિયત નિયમો અંગે પણ સમાજ આપી હતી.
Share it on
|