click here to go to advertiser's link
Visitors :  
14-May-2026, Thursday
Home -> Bhuj -> Cold Truth Ice Cream Unit Busted for Using Expired Colors and Flavour in Bhuj
Monday, 20-Apr-2026 - Bhuj 26647 views
ભુજના ‘રસિકલાલ આઈસ્ક્રીમ’માંથી એક્સપાયર્ડ એસેન્સ, ફ્લેવર, કલરનો જથ્થો મળ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના લોડાઈ ગામે પાણીપૂરી ખાધાં બાદ અંદાજે ૧૦૦ લોકો બીમાર પડતાં ભુજમાં એસી કચેરીમાં આરામ ફરમાવતો ફૂડ વિભાગ ગરમીમાં કામે લાગ્યો છે. ફૂડ વિભાગે રઘુવંશી સર્કલ પાસે આવેલા ‘રસિકલાલ આઈસ્ક્રીમ’માં ઓચિંતી તપાસ હાથ ધરતાં આઈસ્ક્રીમમાં વપરાતાં એસેન્સ, ફ્લેવર અને કલર જેવા રૉ મટિરીયલ ‘એક્સપાયર્ડ ડેટ’ના અખાદ્ય હોવાનું બહાર આવ્યું છે.

જેથી આવા ૧૦ હજાર રૂપિયાની કિંમતના પાંચ કિલો એક્સપાયર્ડ મટિરીયલનો ફૂડ સેફ્ટી ઑફિસરની હાજરીમાં નાશ કરાયો છે.

ફૂડ વિભાગે તપાસ દરમિયાન શંકાના આધારે કેસર પિસ્તા અને બ્લેક કરંટ જેવી આઇસક્રીમના નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

આ નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ઠંડા પીણાંના નામે અસુરક્ષિત ખાદ્યપદાર્થોનો વેપલો

ઉલ્લેખનીય છે કે ઉનાળાના આગમન સાથે જ કચ્છમાં ઠેર ઠેર સ્થાનિક સ્તરે કોઈ જ ધારા-ધોરણનું પાલન કર્યાં વગર તૈયાર  થતાં અને બે-પાંચ રૂપિયામાં વેચાતી પેપ્સીકોલા સહિતના ઠંડા પીણાંનો જથ્થો ગલી નાકાની દુકાનોમાં ગોઠવાઈ જાય છે. કચ્છમાં ઠેર ઠેર સ્થાનિક સ્તરે આવાં આઈસ્ક્રીમ પ્લાન્ટ ધમધમે છે. પરંતુ, ભાગ્યે જ કડક કાર્યવાહી થાય છે.

કાર્યવાહીના નામે ઈરાદાપૂર્વક પાસ થઈ જાય તેવા સેમ્પલ લઈને સાહેબો મોં ઠંડુ અને મીઠું કરી આવતા હોવાની વ્યાપક ફરિયાદો છે.
Share it on
   

Recent News  
રાપરમાં છરીની અણીએ પંગુ વેપારીને લૂંટનાર ત્રણ ઝડપાયાં: અંગત અદાવતમાં બન્યો બનાવ
 
કંડલામાં ટીમ્બર ભરેલાં જહાજમાં ફ્યુમિગેશન સમયે ઝેરી ગેસથી ત્રણ મજૂરનાં મોત
 
બેન્કમાંથી બારોબાર ૬.૫૨ લાખ ઉપડી ગયાં! અંજારના વેપારી અને તેના ભાભી જોડે ઠગાઈ