click here to go to advertiser's link
Visitors :  
25-Apr-2025, Friday
Home -> Bhachau -> Suspended lady constable Neeta Chaudhary goes underground
Wednesday, 10-Jul-2024 - Bhachau 44436 views
સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી લાપત્તા! પૂર્વ કચ્છ પોલીસમાં ભારે દોડધામ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના વોન્ટેડ બૂટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનાના આરોપી નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતાં પૂર્વ કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે. હત્યાના પ્રયાસના ગુનામાં નીતા ચૌધરીને મળેલા જામીન ગઈકાલે સવારે સેશન્સ કૉર્ટે રદ્દ કરી તેને કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો. જો કે, કૉર્ટનો હુકમ આવ્યો ત્યારે નીતા ચૌધરી કૉર્ટમાં હાજર નહોતી.

આદિપુરમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી નીતાના ઘેર ભચાઉ પોલીસ પહોંચી ત્યારે ઘર બંધ હતું. ત્યારબાદ પોલીસે નીતાને શોધવા ઠેર ઠેર પ્રયાસો શરૂ કરેલાં પરંતુ તે લાપત્તા છે.

ભચાઉના પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદીયાએ જણાવ્યું કે નીતા પાલનપુર બાજુની વતની છે. અમે તેના સાસરીયે તપાસ કરી પરંતુ તેનો પતિ પણ પત્ની ક્યાં છે તે અંગે અજાણ છે. નીતાનો મોબાઈલ ફોન ગુના કામે પોલીસના કબજામાં છે.

નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતાં પૂર્વ કચ્છ પોલીસ માટે ‘નાક કપાવા’ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નીતાને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. નીતાના સંભવિત સંપર્કો અને સ્થળો પર પોલીસે સર્વેલન્સ ગોઠવી દીધું છે. ઉલ્લેખનીય છે કે નીતાને મળેલાં જામીન રદ્દ કરવા માટે પોલીસે જે વિવિધ દલીલો રજૂ કરેલી તેમાં નીતા જામીન મેળવીને ફરાર થઈ જવાની દહેશત પણ દર્શાવી હતી.

Share it on
   

Recent News  
મુંદરા પોલીસે જાળ બીછાવી બે રાજસ્થાની ડ્રગ્ઝ પૅડલરને ૩૭ લાખના કોકેઈન સાથે ઝડપ્યા