click here to go to advertiser's link
Visitors :  
03-Mar-2026, Tuesday
Home -> Anjar -> Anjar 40 Lakh robbery case Police arrests two more accused
Sunday, 09-Jun-2024 - Anjar 42731 views
અંજારની ૪૦ લાખની લૂંટના ગુનામાં નાસતાં ફરતાં બે મુખ્ય આરોપી ઝડપાઈ ગયાં
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં ગુરુવારે રાત્રે છરીની અણીએ રોકડાં ૪૦ લાખની થયેલી લૂંટના ગુનામાં નાસતાં ફરતાં બે મુખ્ય આરોપીને અંજાર પોલીસે ઝડપી પાડ્યાં છે. પોલીસે કંડલા નજીક મીઠા પોર્ટ પાસે રહેતા મામદ ઊર્ફે ઘોડો બાવલા મથડા (૧૯) અને ભચાઉના ફારુક ઊર્ફે ફારીયો જુમા નારેજા (૧૯)ની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં ડેવલોપર પેઢીમાં દોઢેક મહિના અગાઉ પ્યૂન તરીકે કામે લાગેલાં કિશોરની સંડોવણી પાધરી થવા સાથે ફરઝાના ઊર્ફે રમીલા ઊર્ફે મંજુ નામની એક મહિલા, તેના કિશોર વયના પુત્ર અને કિશોર વયના બૉય ફ્રેન્ડ સહિત ૯ જણાની સંડોવણી બહાર આવી હતી.

મહિલાના બૉય ફ્રેન્ડે આપેલી ટીપના આધારે લૂંટ મામદે લૂંટનું પ્લાનીંગ કરીને અન્ય ત્રણ સાગરીતોને સામેલ કર્યાં હતાં.

આરોપીઓએ રોકડ રકમ ભરેલા થેલા અને મિલકતોને લગતાં દસ્તાવેજો ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. પોલીસે રોકડ રકમ ભરેલો થેલો મુંદરાના વાંકી ગામે મામદના બનેવી ઈકબાલ બાયડના ઘરેથી રીકવર કર્યો હતો. જ્યારે આજે ઝડપેલાં મામદ અને ફારુક પાસેથી દસ્તાવેજો ભરેલાં અન્ય ત્રણ થેલાં રીકવર કર્યાં છે. બેઉ જણને કૉર્ટે બે દિવસના રીમાન્ડ પર ધકેલી દીધાં છે.

Share it on
   

Recent News  
૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બદલ ૪૦ વર્ષના યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદ