click here to go to advertiser's link
Visitors :  
31-Aug-2026, Monday
Home -> Kutch -> Two day holiday declared in all primary-secondary school of Kutch
Monday, 24-Jul-2017 - Bhuj 12119 views
25-26 જૂલાઈના કચ્છની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં રજા જાહેર

કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાજ્યમાં પ્રવર્તમાન અતિવૃષ્ટિના સંજોગો અને કચ્છમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહીને અનુલક્ષીને તારીખ 25 અને 26 જૂલાઈ એમ બે દિવસ સુધી પ્રાથમિક ઉપરાંત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા રાખવાનો નિર્ણય લેવાયો છે. મોડી રાત્રે લેવાયેલાં આ નિર્ણય અંગે રાત્રે 11.30 વાગ્યે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. મધુકાંત આચાર્યએ કચ્છખબરને જાણકારી આપી છે. આગામી બે દિવસ સુધી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. જો કે, શૈક્ષણિક કામગીરી સંદર્ભે પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ શાળામાં આવીને ફરજ બજાવવાની રહેશે તેમ પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીએ બંનેએ સ્પષ્ટતા કરી છે. ટૂંકમાં આ રજાનો લાભ માત્ર શાળાઓના છાત્રોને મળશે. ડીડીઓ અને કલેક્ટર સાથે પરામર્શ બાદ આ નિર્ણય લેવાયો છે.

Share it on
   

Recent News  
ધાણેટીની ટ્રાન્સપોર્ટ પેઢીના સંચાલકોએ વોંધ નજીક ડ્રાઈવરનું અપહરણ કરી માર માર્યો
 
આલ્બેનિયા મોકલવાના નામે ચંદીગઢની બેલડીની ભુજની પેઢી સાથે ૧૭ લાખની ઠગાઈ
 
ઠગાઈના ગુનામાં આગોતરા જામીન મેળવવા નકલી દસ્તાવેજો રજૂ થતાં વધુ એક ફોજદારી