click here to go to advertiser's link
Visitors :  
21-Feb-2024, Wednesday
Home -> Vishesh -> A year after Hindenburg attack Gautam Adani says My bat did the taling
Thursday, 25-Jan-2024 - Bhuj 18178 views
પાછલાં વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમને મૂલ્યવાન પાઠ શીખવ્યાં છેઃ ગૌતમ અદાણી
(ગૌતમ અદાણી) બરાબર એક વર્ષ પહેલાં તા. ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં એક શોર્ટ સેલરે અદાણી જૂથ સામેના આક્ષેપોનું એક સંકલન ઓનલાઈન મૂક્યું છે. આ એ જ પાયાહિન આક્ષેપો હતા કે જે મારા વિરોધીઓ તેમના સાથીદારો મારફત તેને ’સંશોધન અહેવાલ' તરીકે નિષ્ઠાવાન સ્વ-શૈલીમાં કોરડાં મારીને માધ્યમોમાં સજીવન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સમગ્રતયા, તે આરોપો અદાણી ગ્રૂપે જાહેર કરેલી અને સાર્વજનિક ઉપલબ્ધ માહિતીમાંથી મેળવેલાં પસંદગીના અર્ધસત્યોનો એક ચાલાકીપૂર્વક રચવામાં આવેલો સમૂહ હતો.

અમારી સામે જુઠ્ઠાણા અને પાયાવિહોણા આક્ષેપો એ કોઈ નવી વાત નથી. તેથી વ્યાપક પ્રતિસાદ જારી કર્યા બાદ મેં તેના વિશે વધુ વિચાર્યું નહીં.

જો કે, સત્ય તેના પગરખાંની દોરી બાંધી રહ્યું હતું ત્યારે પણ એક અસત્ય વિશ્વને પાર કરી ગયું હતું! આ હુમલો મારા માટે અસત્યની તાકાત ઉપરનો પાઠ હતો.

સામાન્ય રીતે શોર્ટ સેલીંગના આ હુમલાની અસર નાણાકીય બજારો સુધી મર્યાદિત હોય છે. જો કે, આ એક અનોખો દ્વિ-પરિમાણીય હુમલો હતો - અલબત્ત એક નાણાંકીય અને તે પણ રાજકીય ફલક ઉપર ખેલાયો હતો - જે એકબીજાને પોષતો હતો.

માધ્યમોમાં કેટલાંક દ્વારા સહાયિત અને પ્રેરિત  અમારી સામેના જૂઠાણાં અમારા પોર્ટફોલિયોની માર્કેટ કેપને નોંધપાત્ર રીતે ઘટાડી શકે તેટલા કાટ ખાયેલાં હતા કારણ કે મૂડી બજારો સામાન્ય રીતે તર્કસંગત કરતાં લાગણીશીલ વધુ હોય છે.

મને સૌથી વધુ દુ:ખ એ વાતનું થયું કે હજારો નાના રોકાણકારોએ તેમની બચત ગૂમાવી દીધી.

જો અમારા વિરોધીઓની યોજના સંપૂર્ણ રીતે સફળ થઈ હોત તો તેની ડોમિનો ઈફેક્ટરુપે સી પોર્ટસ અને એરપોર્ટથી લઈ પાવર સપ્લાય ચેઈન સુધીની અનેક જટિલ માળખાકીય અસ્ક્યામતોને પંગુ કરી શકી હોત, જે કોઈપણ દેશ માટે આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. જો કે, અમારી નક્કર અસ્કયામતો, અમારી તાકાતવાન કામગીરી અને  ડિસ્ક્લોઝર્સની અમારી ઉચ્ચ ગુણવત્તાને કારણે ધિરાણકર્તાઓ અને રેટિંગ એજન્સીઓ સહિતના વધુ માહિતગાર નાણાંકીય સમુદાયો જુઠાણાઓના ગપગોળાથી પ્રભાવિત થવાને નકારીને અમારી સાથે અડીખમ ઊભા રહ્યાં. આ પરિસ્થિતિને સંભાળવા માટે અમારી પાસે કોઈ પૂર્વગામી રસ્તો નહોતો. છેવટે તો મોટાભાગે અમારા વ્યવસાયોની નક્કરતામાં ભરોસો અમારી  વિરોધાભાસી વ્યૂહરચના નક્કી કરે છે.

અમારા પહેલાં નિર્ણયની પ્રાથમિકતા અમારા રોકાણકારોને બચાવવાની હતી. રુ. 20,000 કરોડનો ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) પૂર્ણ કર્યા બાદ અમે FPOની રકમ પરત કરવાનું નક્કી કર્યું. કોર્પોરેટ જગતની તવારીખમાં રોકાણકારોના કલ્યાણ અને વ્યવસાયની નૈતિક રસમો પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતાને રેખાંકિત કરતું આ અભૂતપૂર્વ પગલું હતું.

આ યુધ્ધના ધુમ્મસમાં અમારું સૌથી મોટું શસ્ત્ર પૂરતી લિક્વિડીટી હતું. રુ. 30,000 કરોડની અમારી મજબૂત રોકડ અનામતને વધારવા માટે અમારી ગ્રૂપ કંપનીઓમાં નિષ્કલંક વૈશ્વિક સ્ટેન્ડિંગ ધરાવતા GQG પાર્ટનર્સ અને કતાર ઇન્ટરનેશનલ (QIA) જેવા રોકાણકારોને હિસ્સાના વેચાણ મારફત આગામી બે વર્ષ માટે દેવાની ચૂકવણી સમાન વધારાના રુ.40,000 કરોડ એકત્ર કરીને અમારી નાણાંકીય સ્થિતિને અમે વધુ મજબૂત બનાવી છે. તેનાથી રોકડ અનામતની વિસ્તરીત બાથ ભીડવાની તૈયારી કરવા, બજારોમાં પુનઃવિશ્વાસનો સંચાર કરવા અને ભારત માટે વિશ્વસ્તરીય માળખાકીય અસ્કયામતો બનાવવાના ઉદ્દેશ્યો પૂરાં થયાં છે. માર્જિન-લિંક્ડ ધિરાણના રુ. 17,500 કરોડની પૂર્વ ચૂકવણી કરીને, અમે બજારની અસ્થિરતા સામે અમારા પોર્ટફોલિયોને ઇન્સ્યુલેટેડ અને રિંગ-ફેન્સિંગ કર્યાં છે. હુમલા બાદ મેં મારા બેટને બોલવા દીધું છે. 

મેં મારી અગ્રણી ટીમને વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.

પરિણામે વિત્ત વર્ષ-24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 47%ની વિક્રમજનક EBITDA વૃધ્ધિને ઉત્પ્રેરિત કરવામાં આવી છે, જેમાં અદાણી પોર્ટફોલિયોએ ચાલું નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં  અત્યારસુધીનો તેનો સૌથી વધુ ત્રિમાસિક નફો કર્યો છે. અમારા નાણાંકીય અને બિન-નાણાંકીય હિસ્સેદારો માટે વ્યાપક જોડાણના એક કાર્યક્રમનો અમે અમલ કર્યો છે. શરૂઆતના 150 દિવસમાં ફક્ત એકલી નાણાંકીય ટીમે સમગ્ર વિશ્વમાં લગભગ 300 બેઠકો કરી હતી, જેમાં નવ રેટિંગ એજન્સીઓ દ્વારા 104 સંસ્થાઓમાં રેટિંગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેન્કો, નિશ્ચિત આવકના રોકાણકારો, સાર્વભૌમ સંપત્તિ ભંડોળ, ઇક્વિટી રોકાણકારો, સંયુક્ત સાહસના ભાગીદારો અને રેટિંગ એજન્સીઓ હંમેશા અમારા મુખ્ય હિસ્સેદારો રહ્યાં છે. કારણ કે તેઓ યોગ્ય ખંત, ચકાસણી અને સમીક્ષાઓ તથા અમારા વ્યાપક અને પારદર્શક ડિસ્ક્લોઝર શાસનને આધારભૂત માને છે.

અમે પારદર્શક રીતે હકીકતોની રૂપરેખા આપવા અને અમારા પર હુમલો કરનારાઓના હેતુઓને ખૂલ્લાં પાડવા માટે અમારી બાજુની વાતોને રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના કારણે અમારા ઉદ્યોગ સમૂહ સામે નકારાત્મક ઝુંબેશનો પ્રભાવ ઘટી રહ્યો છે.

સાર્વજનિક ધારણામાં બદલાવનું પ્રમાણપત્ર એ અમારા શેરહોલ્ડરના બેઝમાં થયેલ નોંધપાત્ર વૃધ્ધિ છે, જે ફોલો-ઓન પબ્લિક ઑફરિંગનું પ્રાથમિક લક્ષ્ય છે. આ પડકારજનક વર્ષમાં અમારા શેરધારકોનો આધાર 43% વધીને લગભગ 70 લાખ સુધી પહોંચ્યો છે. વધુમાં અમારી વૃધ્ધિની ગતિ જાળવી રાખવા માટે અમે પ્રતિબધ્ધ છીએ. અદાણી ગ્રૂપે તેનું રોકાણ અવિરત ચાલુ રાખ્યું છે, જેનો પૂરાવો અમારી એસેટ બેઝમાં રુ.4.5 લાખ કરોડની થયેલી વૃધ્ધિ છે. આ સમયગાળામાં ખાવડામાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી જનરેશન સાઇટ, નવા કોપર સ્મેલ્ટર પ્રોજેક્ટ, એક ગ્રીન હાઇડ્રોજન ઇકો સિસ્ટમ અને જેની લાંબા સમયથી પ્રતિક્ષા હતી એ ધારાવીના પુનઃવિકાસ સહિતના અનેક મુખ્ય પ્રોજેક્ટ્સની શરુઆત કરવામાં આવી છે.

અદ્રશ્ય દ્રષ્ટિએ આ કટોકટીએ એક મૂળભૂત નબળાઈનો પર્દાફાશ કર્યો છે, જેને મેં વધવા દીધી હતી- અમે અમારી પહોંચના મિકેનિઝમ્સ પર પૂરતું ધ્યાન આપ્યું ન હતું. માળખાકીય ધિરાણ સમુદાયની બહારના માત્ર થોડા લોકો અદાણી જૂથે શું કર્યું છે અથવા કરી રહ્યું છે, તેના કદ, સ્કેલ અને ગુણવત્તા વિશે જાણતાં હતાં. અમારી નાણાકીય સ્થિતિ મજબૂત હતી, અમારું શાસન દોષરહિત હતું, વિકાસ માટેનો અમારો રોડમેપ માપવામાં આવ્યો હતો અને ભારતના નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં અમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીએ છીએ એવું અમારા તમામ બિનનાણાંકીય હિસ્સેદારો અમને અને અમારા વિશેના સત્યને જાણે છે એવું અમે નિષ્કપટપણે માનતાં હતાં.

અમારા બિનનાણાંકીય હિસ્સેદારો સાથે અસરકારક રીતે સંલગ્ન થવાની આવશ્યકતા પર આ અનુભવે ભાર મૂક્યો છે. અમારા દેવાના સ્તરના તોડી-મરોડીને કરાયેલાં વર્ણનો અને રાજકીય પક્ષપાતના પાયાવિહોણા આરોપોનો સક્રિયપણે સામનો કરવામાં અમે વિફળ રહ્યા હતાં જેના પરિણામે વિકૃત ધારણાઓ ફેલાઈ હતી.

હકીકત એ છે કે અમારી પરિવહન અને ઉપયોગિતા કંપનીઓની શ્રેણીનો અમારી પાસે સૌથી નીચો ડેટ- EBITDA રેશિયો છે. (સપ્ટે. 2023ના આખરી અર્ધવાર્ષિક ગાળા માટે આ 2.5x હતો) વધુમાં, સમગ્ર સ્પેક્ટ્રમમાં વિવિધ રાજકીય પક્ષોના શાસન હેઠળના 23 ભારતીય રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયમાં ફૂટપ્રિન્ટ સાથે અમે રાજકીય રીતે ખરેખર અજ્ઞેયવાદી છીએ. પાછલાં વર્ષની કસોટીઓ અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન પાઠ શીખવ્યાં છે. અમને મજબૂત બનાવ્યાં છે અને ભારતીય સંસ્થાઓમાં અમારી શ્રધ્ધાની પુનઃપુષ્ટિ કરી છે.

અમારા પરનો આ કપટભર્યો હુમલો અને તેની સામે અમારા મજબૂત પ્રતીકાત્મક પગલાં નિઃશંકપણે જ્યારે એક કેસ સ્ટડી બનશે ત્યારે મને લાગે છે કે મારી આ શીખ વહેંચવાની ફરજ પડશે. કારણ કે આજે અમે હતા, કાલે તે કોઈ અન્ય હોઈ શકે છે.

હું એવા કોઈ ભ્રમમાં નથી કે  આવા હુમલાઓનો આ અંત છે. હું માનું છું કે અમે આ અનુભવથી વધુ મજબૂત બનીને ઉભરી આવ્યાં છીએ અને ભારતની વૃધ્ધિગાથામાં અમારું નમ્ર યોગદાન ચાલું રાખવાના અમારા સંકલ્પમાં વધુ અડીખમ છીએ.

(લેખક અદાણી ગ્રુપના ચેરમેન છે)

Share it on
   

Recent News  
રૂદ્રમાતા બ્રિજઃ તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ.. આ શું માંડીને બેઠાં છો?
 
ગાંધીધામ ઉદયનગર પોસ્ટ ઑફિસના પોસ્ટ માસ્ટરે ૨૦.૧૨ લાખની ઉચાપત કરી
 
પટેલ ચોવીસીમાં ખળભળાટઃ નૈરોબીમાં મિત્રની હત્યા કરી લાશ તેજાબમાં ઓગાળી દીધી