click here to go to advertiser's link
Visitors :  
04-May-2024, Saturday
Home -> Rapar -> Aadesar police freed 16 buffeloes from truck heading to slaughter house
Saturday, 03-Feb-2018 - Rapar 66514 views
રાપરના ભીમાસરમાં કતલખાને લઈ જવાતા 16 અબોલ જીવ બચાવાયાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ રાપરના ભીમાસર નજીક ટ્રકમાં ઠાંસી ઠાંસીને કતલખાને લઈ જવાઈ રહેલી 9 ભેંસ અને 7 પાડીને આડેસર પોલીસે બચાવી લઈ ટ્રકમાં સવાર બે શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરી છે. ગત મધરાત્રે પેટ્રોલીંગ દરમિયાન પોલીસે ટ્રક નંબર જીજે 24 વી 8803માં ઠાંસી ઠાંસીને લઈ જવાતા પશુને જોઈ ટ્રક અટકાવી તપાસ કરી હતી. આ પશુઓને કતલ કરવા માટે પૂના ખાતે લઈ જવાતા હતા.

પોલીસે તમામ 16 અબોલ જીવને મુક્ત કરાવી ટ્રકમાં સવાર રમેશ જીવા પરમાર (રહે. ભીલવાડા, પાટણ) અને ગણેશ બાબુ મરાઠી (રહે. પૂના) વિરૂધ્ધ પશુ અતિક્રમણ અને ક્રુરતા નિવારણ ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરી હતી. બનાવની તપાસ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ વાલાભાઈ ગઢવીએ જણાવ્યું કે, આ 16 જીવને ભુજ તાલુકાના મિરજાપર ગામેથી લઈ જવાતા હતા. આરોપીઓ પાસે સાત પશુઓની પરમીટ હતી પરંતુ તે ગેરકાયદેસર રીતે 9 જીવને કતલખાને લઈ જતા હતા.

Share it on
   

Recent News  
ઠેર ઠેર ઉગ્ર વિરોધ વચ્ચે મુંદરા ખાતે ભાજપે રાજપૂત ક્ષત્રિય કાર્યકર સંમેલન યોજ્યુ
 
સમુદ્રી જળસીમા ડ્રગ્ઝ માફિયાનો ગેટવે બનીઃ કુદરતી સંપદા અને સંસાધનોની લૂંટાલૂંટ
 
ઈલેક્ટોરલ બોન્ડના નામે ગરીબ દલિત ખેડૂતના મેળવેલાં ૧૦ કરોડ ભાજપ પાછાં આપેઃ ખડગે