click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Other -> Police Constable Hangs Self Blames IPS Vikas Sunda PI and Doctor For Abetment
Sunday, 08-Jun-2025 - Bureau Report 22102 views
SP સુંડા, PI અને ડૉક્ટરે જિંદગી બરબાદ કરી નાખી તેમ લખી હેડ કોન્સ્ટેબલનો આપઘાત
કચ્છખબરડૉટકોમ, પાલનપુરઃ નલિયામાં ગત ૨૯ એપ્રિલની મધરાત્રે દારૂ પીધેલી હાલતમાં કારમાંથી ઝડપાયેલાં ૩૨ વર્ષિય પોલીસ હેડ કોન્સ્ટેબલ વિંદલરાજ રમેશચંદ્ર ચૌહાણે બનાસકાંઠાના પાલનપુરમાં તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃત્યુ પૂર્વે વિંદલરાજે લખેલી સ્યુસાઈડ નોટમાં પશ્ચિમ કચ્છના SP વિકાસ સુંડા સહિત નલિયા PI અને મેડિકલ ઑફિસર સામે ગંભીર આરોપ મૂકતાં ગુજરાત પોલીસ ફોર્સમાં ચકચાર મચી ગઈ છે. મૃતક ૭ વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો.
જાણો, ક્યારે તેની સામે ગુનો નોંધાયેલો અને કેમ?

બનાવના દિવસે જખૌમાં આયોજીત એક ધાર્મિક સમારોહ નિમિત્તે બંદોબસ્ત માટે તૈનાત કરાયેલો. ડ્યુટી પૂરી થયાં બાદ તે અર્ટિગા કારમાં ડ્રાઈવર સાથે નલિયા તરફ જતો હતો. તે સમયે આ અર્ટિગા કાર ભયજનક રીતે પૂરઝડપે જઈ રહી હોવાની બાતમીના આધારે નલિયાના અબડા દાદા સર્કલ પર નલિયાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર બી.પી. ખરાડી અને સ્ટાફે વૉચ ગોઠવી તેમને કારને અટકાવી હતી. ત્યારબાદ, હેડ કોન્સ્ટેબલ વિંદલરાજ અને ડ્રાઈવર રણજીત મહેશ્વરી બેઉ દારૂના નશામાં ચકચુર હોવાનું તેમજ કારની પાછલી સીટ પરથી દારૂ ભરેલી અડધી બાટલી મળી હોવા સબબ નલિયા પોલીસે બેઉ સામે બે અલગ અલગ ફરિયાદો દાખલ કરી હતી.

એસપી સહિતના અધિકારીઓ પર ગંભીર આરોપ

આ બનાવ બાદ વિંદલરાજને વિકાસ સુંડાએ SP સસ્પેન્ડ કરી દીધેલો અને ત્યારબાદ વિંદલરાજની સુરત ગ્રામ્યમાં બદલી કરી દેવાઈ હતી. પાલનપુરમાં રહેતા વિંદલરાજે ગત રાત્રે ઘરના સીલીંગ ફેનમાં ફાંસો બનાવીને આપઘાત કરી લીધો છે. મરતાં પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં તેણે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર ડૉ. એચ.એન. પરમારે વિકાસ સુંડા અને નલિયાના ઈન્ચાર્જ પીઆઈ બી.પી. ખરાડીના દબાણથી રૂબરૂ પરીક્ષણ કર્યાં વગર ખોટી વિગતો ભરી હોવાનું લખ્યું  છે. ત્રણે જણે પોતાની જિંદગી બરબાદ કરી નાખી હોવાનું લખ્યું છે.

SP, PI અને MO સામે FIR દાખલ કરવા માગ

પુત્રના મૃત્યુ બાદ પરિવારજનો અને સમાજે જ્યાં સુધી પશ્ચિમ કચ્છના SP વિકાસ સુંડા, પીઆઈ ખરાડી અને મેડિકલ ઑફિસર પરમાર સામે ફરિયાદ દાખલ ના થાય ત્યાં સુધી અંતિમસંસ્કાર માટે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે. વિંદલરાજના પિતા રમેશચંદ્ર ચૌહાણે માધ્યમો સમક્ષ જણાવ્યું કે ‘છેલ્લાં છ-બાર માસથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા મારા પુત્રને સતત ટોર્ચર કરાતો હતો. વિકાસ સુંડાએ તેને માનસિક ટોર્ચર આપીને તેની બદલી કરાવી દીધી હતી. જેથી મારો પુત્ર ખૂબ વ્યથિત રહેતો હતો’

વાંચો, વિંદલરાજની સ્યુસાઈડ નોટ

સૉરી, પાપા, મમ્મી, ગુડ્ડુ, વિધિ, વિશ્વાસ

હું વિંદલરાજ, મારી જિંદગીથી હારી ગયો છું. મેં આટલા વર્ષો સુધી ૭ વર્ષના મારા પોલીસની નોકરીના કરિયરમાં કદી વિચાર્યું નહોતું કે મારા પર ષડયંત્ર કરીને કેસ કરવામાં આવશે અને મને સસ્પેન્ડ કરેલ છે.

ભુજ જિલ્લા SP સાહેબ દ્વારા, મારા બધા સપના પાણીમાં ધોવાઈ ગયા.

મારા મમ્મી પપ્પાની મારા પર બહુ જ અહેસાન છે. મારો નાનો ભાઈ પિન્ટુ અને વિશ્વાસ અને મારી પત્ની વિધિ અને મારી દીકરી નાનું ગુડ્ડુ (કાવ્યા) તમને બધાને હું બહુ જ પ્રેમ કરું છું. મને માફ કરજો. મેં આટલા વર્ષોમાં તમારા લોકો માટે કંઈ જ ના કરી શક્યો. બસ જેટલી ખુશીની પળો સાથે વીતાવી આટલા વર્ષો સુધી એ યાદગાર રહેશે. પિન્ટુની માનસિક તબિયત સારી નથી. દવા ટાઈમસર લેજે બેટા. મમ્મી પપ્પાને મારા ગયા પછી હિંમત આપજે. વિશ્વાસ મને સસ્પેન્ડ પિરિયડમાં સુરત ગ્રામ્યના ગલુડી ગામડામાં મૂકી દીધો છે. ત્યાં હું એકલો કંઈ રીતે સર્વાઈવ કરીશ અને વિધિ મને પ્લીઝ માફ કરજે. મેં તને બહુ જ હર્ટ કર્યું છે, સૉરી..

મારા બધા મિત્રો પોલીસ ડિપાર્ટમેન્ટના વિશાલ, પ્રકાશ, હમીર, વિજય, દિનેશ, મેહુલ તમે બધા બહુ જ સુપરફાઈન હતા. બસ, જે મારી સાથે થયું એવું બીજા કોઈ પોલીસ કર્મચારી સાથે ના થાય એટલી પ્રાર્થના ભગવાનને. જય શ્રી ક્રિષ્ના  

નલિયા CHCના મેડિકલ ઑફિસર ડૉ. એચ.એન. પરમારે મારું રુબરુમાં પરીક્ષણ કરેલ નથી અને તેઓએ ફોર્મ-એમાં મારી વિગતો ખોટી ભરી છે. હું મારા હોશમાં હતો તે દરમિયાન મારું ખોટું એક્ઝામીન કર્યું છે. SP વિકાસ સુંડા અને PI નલિયા બી.પી. ખરાડીના પ્રેશરથી અને મારી જિંદગી બરબાદ કરી નાખી છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?