click here to go to advertiser's link
Visitors :  
04-May-2024, Saturday
Home -> Nakhatrana -> LCB West caught man for printing fake currency notes in Nakhtrana
Tuesday, 16-May-2023 - Nakhtrana 83591 views
ઘરમાં પ્રિન્ટર પર નકલી ચલણી નોટ છાપતા નખત્રાણાના છકડાચાલકને LCBએ ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ અંગત મોજ-મજા અને ખર્ચા કાઢવા માટે નકલી ચલણી નોટો છાપવાનું શરૂ કરનાર નખત્રાણાના એક છકડાચાલક યુવકની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે નખત્રાણાની દેવાશિષ હોસ્પિટલ પાછળ સુરલભીટ્ટ વિસ્તારમાં રહેતાં ૨૨ વર્ષિય શ્રવણ લુંબાભાઈ મલ નામના યુવકની ૧૦ હજાર ૪૬૦ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ધરપકડ કરી છે.
અઠવાડિયાથી નાની નોટ છાપીને ફરતી કરી

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું કે યુટ્યુબ પર નકલી ચલણી નોટ છાપવાની પ્રયુક્તિની વીડિયો ક્લિપ જોઈ શ્રવણે નવું સ્કેનર કલર પ્રિન્ટર ખરીદયું હતું. અસલી નોટને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ કાઢતો હતો. શરૂઆતના તબક્કે શ્રવણે દસ, વીસ અને પચાસ રૂપિયાની નકલી નોટો છાપી હતી. આ નોટો પહેલાં એક બે અસલી નોટ રાખીને માર્કેટમાં તેને વટાવી ખાતો હતો. છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન અંદાજે પાંચસો રૂપિયાની નકલી નોટો તેણે પ્રિન્ટ કરી માર્કેટમાં ફરતી કરી હોવાનું પોલીસ માની રહી છે.

આજથી ૧૦૦ની નોટ છાપવાનું શરૂ કર્યું ને ઝડપાયો

પ્રથમ તેના છકડામાંથી કેટલીક નકલી નોટ કબ્જે કર્યાં બાદ પોલીસે તેના ઘરે રેઈડ કરી ત્યારે અન્ય દરની નોટો સાથે ૧૦૦ના દરની ૮૫ નકલી ચલણી નોટ પણ મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એસ.એન. ચુડાસમાએ જણાવ્યું કે યોગાનુયોગે આજથી જ તેણે ૧૦૦ના દરની નકલી ચલણી નોટ છાપવાનું શરૂ કરેલું અને ઝડપાઈ ગયો. આરોપી પાસેથી પોલીસે ૫૦ના દરની ૩૩, ૨૦ના દરની ૧૧, ૧૦ના દરની ૯ અન્ય નોટ પણ કબ્જે કરી છે. નકલી નોટ સાથે એ-ફોર સાઈઝના કોરાં કાગળ, કટીંગ માટેની કાતર, દસ હજારના મૂલ્યનું પ્રિન્ટર, મોબાઈલ ફોન, છકડો વગેરે મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Share it on
   

Recent News  
ઠેર ઠેર ઉગ્ર વિરોધ વચ્ચે મુંદરા ખાતે ભાજપે રાજપૂત ક્ષત્રિય કાર્યકર સંમેલન યોજ્યુ
 
સમુદ્રી જળસીમા ડ્રગ્ઝ માફિયાનો ગેટવે બનીઃ કુદરતી સંપદા અને સંસાધનોની લૂંટાલૂંટ
 
ઈલેક્ટોરલ બોન્ડના નામે ગરીબ દલિત ખેડૂતના મેળવેલાં ૧૦ કરોડ ભાજપ પાછાં આપેઃ ખડગે