click here to go to advertiser's link
Visitors :  
30-Apr-2024, Tuesday
Home -> Mandvi -> Mandvi murder case- Police Investigation is in full swing
Wednesday, 03-Jan-2018 - Mandvi 118952 views
માંડવી હત્યા કેસમાં LCB -SOG જોડાઈ, ઠંડા કલેજે રચાયું હતું ષડયંત્ર?
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના મચ્છીપીઠમાં રહેતા 24 વર્ષિય યુવકની અત્યંત ઝનુનપૂર્વક નિર્દયતાથી હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા હત્યારાઓએ યુનેન યાહુયા આમદ ચાકીનું ક્રુરતાપૂર્વક ગળુ વેતરી નાખ્યું હતું. ગળા ઉપરાંત શરીરના અન્ય અંગો પર પણ છરા ઝીંકાયા હતા. હત્યાની તપાસમાં સ્થાનિક પોલીસ ઉપરાંત એસઓજી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ જોડાઈ છે.

ગત રાત્રે મિત્રને મળવા ગયો હતો, સાથે ચા પીધેલી

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુનેન રાત્રે દસેક વાગ્યાના અરસામાં બલોચ અટકધારી તેના મિત્રને મળવા ગયો હતો. બંનેએ સાથે મળીને ચા પીધી હતી. થોડીવાર વાતો કર્યાં બાદ બંને જણાં છૂટાં પડ્યાં હતા. મૃતક યુનેન અને તેનો પરિવાર શ્રમજીવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, યુનેન અગાઉ જીપ હંકારતો હતો પરંતુ છેલ્લાં થોડાંક સમયથી તે ઘેર બેઠો હતો.

આયોજનપૂર્વક ક્રુરતાથી હત્યા કરાઈ, એકથી વધુની સંડોવણી

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, જે રીતે ઠંડા કલેજે યુનેનની હત્યા કરાઈ લાશને ફેંકી દેવાઈ છે તે બાબત આયોજનપૂર્વકનું ષડયંત્ર દર્શાવે છે. તેની હત્યામાં એકથી વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા છે. હત્યા અન્ય સ્થળે કર્યાં બાદ તેની લાશને તેના ઘર નજીક કમલશા પીરની દરગાહ સામેના ચોકમાં નાખી દેવાઈ છે. આ કામગીરીમાં વાહનનો પણ ઉપયોગ થયો હોવાની શક્યતા છે.

પ્રેમ પ્રકરણ સહિતના એંગલ પર ચાલી રહી છે તપાસ

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, જે રીતે ઝનુનપૂર્વક હત્યા કરાઈ છે, મૃતકનું જે સામાજીક અને આર્થિક બેકગ્રાઉન્ડ છે તે જોતાં આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોઈ શકે છે. અલબત્ત, તે સિવાય અન્ય વિવિધ એંગલને ધ્યાને રાખીને પણ પોલીસ ટીમ ઈન્વેસ્ટીગેશન કરી રહી છે.

મોબાઈલ કૉલ ડીટેઈલ અને લોકેશન પર ચાલે છે તપાસ

યુનેનના મોબાઈલ ફોનમાં કોણે કોણે ફોન કર્યાં છે, તે કોના સંપર્કમાં રહેતો હતો તેના આધારે પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. ખાસ તો, ઘટનાસમયે જે સ્થળેથી લાશ મળી ત્યાં કયા કયા નંબર એક્ટિવ હતા અને તેમાંથી કયા કયા નંબર પર યુનેનની વાતચીત થતી હતી તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પોલીસે આસપાસના સ્થળો પર રહેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા પણ પ્રયાસ કર્યાં છે.

Share it on
   

Recent News  
મુંદરામાં ચાવડાના રોડ શો સામે રાજપૂતોનો ભારે આક્રોશઃ હરાવવા માટે બુથ મેનેજમેન્ટ
 
ભુજમાં લગ્નપ્રસંગે હિંસક ધિંગાણું: ડોલ અને જગ ભરીને એસિડ રેડાતાં સાત જણ દાઝ્યાં
 
વાયોરઃ ચાવડાના કાર્યક્રમ અગાઉ રાજપૂતોની અટકઃ વી.કે.ના આરોપને ભાજપે વખોડ્યો