click here to go to advertiser's link
Visitors :  
14-Oct-2025, Tuesday
Home -> Mandvi -> Man cheated of Rs. 8.27 Lakh on pretext of high return
Monday, 02-Jun-2025 - Gadhshisha 61392 views
શેર માર્કેટમાં લાભ થવાનું ગાજર લટકાવી ભુજના યુવકે ૮.૨૭ લાખ રૂપિયાની ઠગાઈ કરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાનો ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનું અને પોતે શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરતો હોવાનું જણાવીને, રોકાણ સામે વધુ રુપિયા આપવાની લાલચમાં લપેટીને ભુજના એક યુવકે ૮.૨૭ લાખ રૂપિયાની ઠગાઈ છેતરપિંડી કરી હોવાનો બનાવ બન્યો છે. બનાવ અંગે માંડવીના દરશડી ગામે રહેતા અને ભુજમાં શ્રીરામ ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા ચિંતન સુરેશભાઈ સોલંકીએ ભુજના અરોશ દેવેન્દ્રભાઈ ઠક્કર સામે ગઢશીશામાં ફરિયાદ નોંધાવી છે. આરોપી ફરિયાદીને ભુજમાં ફેબ્રુઆરી માસમાં મળેલો.

અરોશની વાતોમાં આવીને ફરિયાદીએ સાતમી ફેબ્રુઆરીના રોજ તેણે જણાવેલા ખાતામાં ૨૫ હજાર રૂપિયા જમા કરાવતાં બે દિવસ બાદ ૧૦ ફેબ્રુઆરીએ આરોપીએ તેના ખાતામાં ૨૭ હજાર ૨૧૬ રૂપિયા પરત જમા કરાવ્યાં હતાં.

ફરિયાદી તેની વાતો પર વિશ્વાસ બેસી ગયો હતો. ત્યારબાદ અરોશે આપેલા માણશીબેન માણેકના ખાતામાં ફરિયાદીએ તેના ભાઈ અને સહકર્મીઓ મારફતે બીજી માર્ચ સુધી ૮.૨૭ લાખ રૂપિયા જમા કરાવ્યાં હતાં. પરંતુ, રૂપિયા પરત મળ્યાં નહોતાં.

આરોપી બહાના કર્યા કરતો અને ફોન બંધ કરી દીધો હતો. જેના ખાતામાં નાણાં જમા કરાવાયાં હતા તે માણશીએ પોતાને કશી ખબર ના હોવાનું કહીને હાથ અધ્ધર કરી દીધો હતો.

Share it on
   

Recent News  
અંજારના રહેણાક મકાનમાં રેઈડ કરીને એસઓજીએ ૧.૧૪ લાખની કિંમતનો ગાંજો જપ્ત કર્યો
 
ગાંધીધામ રેલવે સ્ટેશન પર ૮૫ હજારના શરાબની બાટલીઓ સાથે ભુજના બે યુવકો ઝડપાયાં
 
પતિના હત્યા કેસમાં પત્ની રીમાન્ડ પરઃ સોશિયલ મીડિયા શોખીન કૈલાસનું બહોળું સર્કલ