click here to go to advertiser's link
Visitors :  
14-Oct-2025, Tuesday
Home -> Mandvi -> Koday police caught big haul of IMFL worth Rs 40.78 Lakh last night
Wednesday, 10-Sep-2025 - Mandvi 24011 views
ત્રગડીના રીઢા બૂટલેગરે મગાવેલી ૪૦.૭૮ લાખનો શરાબ ભરેલી ટ્રક કોડાય પાસે ઝડપાઈ
કચ્છખબરડૉટકોમ, કોડાયઃ માંડવીના ત્રગડી ગામના કુખ્યાત બૂટલેગર યુવરાજે તેના પાર્ટનર સાથે મળીને કચ્છમાં ઘૂસાડેલી ૪૦.૭૮ લાખનો શરાબ બિયર ભરેલી ટ્રકને કોડાય પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ફિલ્મી ઢબે એક કિલોમીટર સુધી પીછો કરીને ટ્રકને ઝડપી હતી. ગત મધરાત્રે બે વાગ્યે કોડાય પીએસઆઈ બી.પી. ખરાડીને બાતમી મળી હતી કે કોડાય પુલ પાસેથી ત્રગડીના રીઢા બૂટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને તેના ભાગીદાર જીતુભા ઊર્ફે જીતીયો મંગલસિંહ સોઢા (ખાનાય, અબડાસા)એ મગાવેલી શરાબ ભરેલી ટ્રક પસાર થવાની છે.

બાતમીના આધારે પોલીસે કોડાય ચેકપોસ્ટ અને સર્કલ પર વૉચ ગોઠવી દીધી હતી.

ફિલ્મી ઢબે પીછો કરી ટ્રકને ગામમાં આંતરી

સાડા ત્રણ વાગ્યે મુંદરા બાજુથી આવતી GJ-12 AU-9725 નંબરની ટ્રકને પોલીસે ઈશારા વડે રોકવા સૂચના આપતા ટ્રકચાલકે ગાડી રોકવાના બદલે કોડાય ગામ તરફ પૂરઝડપે હંકારવાનું શરૂ કરેલું. પોલીસે પણ ટ્રકને રોકવા પીછો શરૂ કરેલો. એકાદ કિલોમીટર બાદ પોલીસે ગામના સ્વામિનારાયણ મંદિર પાસે ટ્રકને આંતરીને થોભાડાવી તેમાં બેઠેલાં બે શખ્સોને દબોચી લીધા હતા.

બેચ નંબર હટાવેલી વ્હિસ્કીની ૭૬૬૮ બાટલી મળી

ટ્રકને પોલીસ મથકે લાવીને તાડપત્રી હટાવીને તપાસ કરાતાં તેમાંથી ૫.૭૦ લાખના વિવિધ બે બ્રાન્ડના બિયરના ૫૭૧૨ નંગ ટીન તથા ૩૫ લાખથી વધુ મૂલ્યની વિવિધ પાંચ બ્રાન્ડની વ્હિસ્કીની ૭૬૬૮ નંગ બાટલીઓ મળી આવી હતી. આ બાટલીઓ પંજાબના મોહાલીની ડિસ્ટલરીની છે પરંતુ તેના પરથી બેચ નંબર ભૂંસી નખાયેલા છે.

ઝડપાયેલા બેઉ જણને બૂટલેગરોએ સૂચના આપેલી

પોલીસે ઝડપેલા ટ્રક ડ્રાઈવર નવુભા ખેતુભા જાડેજા (રહે. નાની ખોંભડી, નખત્રાણા)ની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે મોબાઈલ એપ મારફતે જીતીયાએ તેને ફોન પર મુંદરાના પ્રાગપર કપાયા વચ્ચેની કેનાલ પાસેથી દારૂ ભરેલી ટ્રકનો કબજો લઈ લેવા અને કોડાય ક્રોસ કરીને ધુણઈ પહોંચી જાણ કરવા સૂચના આપેલી. નવુભા સાથે ટ્રકમાં બેસેલા આઈદાનસિંગ ગોવર્ધનસિંહ રાઠોડ (રહે. જેસલમેર, રાજસ્થાન)એ પોલીસને જણાવ્યું કે તે નખત્રાણા હતો ત્યારે યુવરાજે તેને ફોન કરીને પ્રાગપર પહોંચીને નવુભાનો કોન્ટેક્ટ કરી તેની જોડે ટ્રકમાં જવા સૂચના આપી હતી.

ત્રણ માસમાં પાંચમીવાર કરોડોનો માલ જપ્ત

ઉલ્લેખનીય છે કે હજુ પાંચ દિવસ અગાઉ પાંચમી સપ્ટેમ્બરે બનાસકાંઠા એલસીબીએ પાલનપુર પાસેથી યુવરાજે મગાવેલો ૧.૧૭ કરોડનો શરાબ લઈ જતી ટ્રક ઝડપી હતી. આ અગાઉ ૨૩ મેના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ત્રગડીમાં દરોડો પાડીને યુવરાજે મગાવેલો ૮૩.૭૮ લાખનો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારબાદ, ૯મી જૂલાઈના રોજ એલસીબીએ માંડવીના તલવાણા પાસે ગેસ ટેન્કરમાં છૂપાવીને યુવરાજ જીતીયાએ મગાવેલો ૧.૫૫ કરોડનો શરાબ બિયરનો જથ્થો જપ્ત કરેલો. ત્યારબાદ ૬ઠ્ઠી ઑગસ્ટે એલસીબીએ ત્રગડીની સીમમાં રેઈડ પાડીને યુવરાજ જીતીયાએ મગાવેલો ૪૧.૪૫ લાખનો શરાબનો જથ્થો જપ્ત કરેલો. આમ છેલ્લાં ત્રણ માસમાં પોલીસે ચોપડા પર સત્તાવાર રીતે પાંચમી વખત યુવરાજે મગાવેલો લાખો કરોડોનો માલ ઝડપ્યો છે.

બૂટલેગરોનું પોલીસ કરતાં પણ વધઉ સજ્જડ નેટવર્ક!

પોલીસ માટે કહેવાય છે કે તે ધારે તો પાતાળમાંથી પણ આરોપીને પકડી લાવી શકે છે. આશ્ચર્યની બાબત એ છે કે યુવરાજ અને જીતીયો પોલીસને લાંબા સમયથી હાથ લાગતાં નથી. સૂત્રો કહે છે કે બેઉ જણ ગુજરાત બહાર નાસી ગયાં છે. ત્યારે, આ લિસ્ટેડ બૂટલેગરોએ પોલીસને આંટી મારી જાય એવું તો કેવું જબરદસ્ત નેટવર્ક ગોઠવ્યું છે કે અવારનવાર કરોડોનો માલ પકડાતો હોવા છતાં તેઓ બિન્ધાસ્ત રીતે એકાંતરા દિવસે ટ્રકોની ટ્રકો ભરીને કચ્છમાં શરાબનો જથ્થો ઠાલવી રહ્યાં છે!

Share it on
   

Recent News  
અંજારના રહેણાક મકાનમાં રેઈડ કરીને એસઓજીએ ૧.૧૪ લાખની કિંમતનો ગાંજો જપ્ત કર્યો
 
ગાંધીધામ રેલવે સ્ટેશન પર ૮૫ હજારના શરાબની બાટલીઓ સાથે ભુજના બે યુવકો ઝડપાયાં
 
પતિના હત્યા કેસમાં પત્ની રીમાન્ડ પરઃ સોશિયલ મીડિયા શોખીન કૈલાસનું બહોળું સર્કલ