કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના ફરાદી ત્રણ રસ્તા નજીક વળાંક પર ટ્રકની ટક્કરે બે બાઈક સવાર કિશોરોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજતાં અરેરાટી છવાઈ ગઈ છે. આજે બપોરે સાડા ત્રણના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. મરણ જનાર આર્યન ભરતભાઈ ડોરુ અને નૈતિક કિશોરભાઈ ડોરુ (બંનેની ઉંમર અંદાજે ૧૭ વર્ષ, રહે. રામાણિયા, મુંદરા) બાઈકથી જતા હતા ત્યારે ટ્રકની અડફેટે ચડ્યા હતા. ગંભીર ઈજાઓથી બેઉના સ્થળ પર મૃત્યુ નીપજ્યાં હતા. ટક્કર એટલી ભયંકર હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દુર્ઘટના અંગે કોડાય પોલીસે તપાસ હાથ ધરી છે. બે આશાસ્પદ યુવકોના અકાળ મૃત્યુથી પંથકમાં આઘાત છવાઈ ગયો છે.
Share it on
|