click here to go to advertiser's link
Visitors :  
01-Sep-2025, Monday
Home -> Lakhpat -> Dayapar police caught two under animal cruelty act for slaughtering of camel
Saturday, 19-Mar-2022 - Lakhapat 34553 views
ઘડુલી નજીક ઊંટની કતલ કરતાં બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડી ‘અંદર’ કર્યાં
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપતના ઘડુલી નજીક નિર્જન સીમાડે ઊંટની કતલ કરનારાં બે શખ્સોને દયાપર પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યાં છે. બાતમીના આધારે પોલીસે ગત સાંજે ૫ વાગ્યે ઘડુલીથી લાખાપર જતાં નિર્જન રસ્તે નદી પાસે ઊંટની કતલ કરનારાં બે આરોપીને પકડી પાડ્યાં હતા.

સ્થળ પરથી કતલ થયેલાં ઊંટના અવયવોનું પરીક્ષણ કરાવી પોલીસે કતલ માટે વપરાયેલી બે કુહાડી, છરો, પાથરણું, રસ્સો વગેરે જેવા સાધનો જપ્ત કર્યાં હતા. ઝડપાયેલાં મામદ મુસા ઊર્ફે જુમા આમદ કુંભાર (ઉ.વ. ૩૨) અને ફકીર મામદ આમદ કુંભાર (ઉ.વ. ૩૫, બંને રહે. ઘડુલી) વિરુધ્ધ IPC ૪૨૯, ૨૬૮, ૧૧૪, પ્રીવેન્શન ઑફ એનિમલ ક્રૂઅલ્ટી એક્ટ તેમજ પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. ઊંટના અવશેષો-અવયવો પોલીસે ખાડો કરીને દાટી દીધા હતા.

Share it on
   

Recent News  
મોબાઈલ Appથી નેટ બેન્કિંગ કરતા હો તો રહેજો સાવધ: App હૅક કરી ૨.૨૨ લાખ ઉપડી ગયા!
 
દુબઈ સેટલ થયેલો ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયાની હેરફેરનો આદિપુરનો સૂત્રધાર ઝડપાયો
 
૩ કરોડની સરકારી જમીન દબાવનારા સામે લેન્ડગ્રેબિંગની અરજી છતાં ૧ વર્ષથી નિર્ણય નહી