click here to go to advertiser's link
Visitors :  
04-May-2024, Saturday
Home -> Gandhidham -> SOG East raids at Oil trader seize oil worth Rs 1.33L
Wednesday, 08-Nov-2017 - Gandhidham 46324 views
ગાંધીધામમાંથી SOGએ 1.33 લાખનું ચોરાઉ ઓઈલ જપ્ત કર્યું
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે ગાંધીધામની એક દુકાનમાં દરોડો પાડી 1.33 લાખની કિંમતનો 7500 લીટર ઓઈલનો જથ્થો જપ્ત કર્યો છે. એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ જે.પી. જાડેજા પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે તેમણે પ્લોટ નંબર 60માં કલ્પતરૂ કોમ્પ્લેક્સમાં આવેલી સાગર ટ્રેડીંગ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો.

પોલીસે દુકાનમાંથી આધાર-પૂરાવ કે બીલ વગરનું ચોરી અથવા છળકપટથી મેળવાયેલું 1 લાખ 33 હજાર 470 રૂપિયાનું 7500 લીટર ઓઈલ જપ્ત કર્યું છે. ઓઈલની સાથે તેની હેરાફેરી માટે વપરાતો અતુલ શક્તિ છકડો, 37 નંગ ખાલી બેરલ સહિત કુલ 1.85 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ CRPC 102 મુજબ કબ્જે કર્યો છે. પોલીસે દુકાન માલિક નીલેશભાઈ રણછોડભાઈ ગોસ્વામી (ઉ.વ. 36, રહે. ભવાનીનગર, બી-74, ગળપાદર, ગાંધીધામ)ની CRPC 41(1) D હેઠળ અટકાયત કરી આરોપી-મુદ્દામાલ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને સુપ્રત કર્યાં છે. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ લૂલો બચાવ કર્યો હતો કે, આ ઓઈલ વાહનોના વપરાયેલાં વેસ્ટ ઓઈલને રીફાઈન કરીને મેળવાયેલું છે. જો કે, ઓઈલના જંગી જથ્થાને જોતાં તેની આ વાત પોલીસના ગળે ના ઉતરતાં માલ જપ્ત કરાઈ દુકાનદારની અટક કરાઈ છે. તેની વિશેષ પૂછતાછમાં સાચી હકીકત જાણવા મળશે તેમ પીઆઈ જાડેજાએ કહ્યું છે. કામગીરીમાં પીએસઆઈ બી.ડી.ઝીલરીયા તેમજ સ્ટાફના પૃથ્વીસિંહ જાડેજા, દેવાનંદ બારોટ, હરવિજયસિંહ જાડેજા, ઈશ્વરભાઈ બાર, અબ્બાસભાઈ પલેજા, ગોપાલ સોધમ અને પચાણભાઈ ફુફલ વગેરે જોડાયાં હતા.

Share it on
   

Recent News  
ઠેર ઠેર ઉગ્ર વિરોધ વચ્ચે મુંદરા ખાતે ભાજપે રાજપૂત ક્ષત્રિય કાર્યકર સંમેલન યોજ્યુ
 
સમુદ્રી જળસીમા ડ્રગ્ઝ માફિયાનો ગેટવે બનીઃ કુદરતી સંપદા અને સંસાધનોની લૂંટાલૂંટ
 
ઈલેક્ટોરલ બોન્ડના નામે ગરીબ દલિત ખેડૂતના મેળવેલાં ૧૦ કરોડ ભાજપ પાછાં આપેઃ ખડગે