click here to go to advertiser's link
Visitors :  
12-Jul-2026, Sunday
Home -> Gandhidham -> Bootleggers house ransacked and looted in Gandhidham
Saturday, 11-Jul-2026 - Gandhidham 1319 views
ગાંધીધામના ગણેશનગરમાં બૂટલેગરના ઘરમાં ફિલ્મી ઢબે તોડફોડ સાથે લૂંટ-ધાડ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ગણેશનગરમાં રહેતા બૂટલેગરના ઘરમાં ધસી આવેલા ચારથી પાંચ અજાણ્યા લુખ્ખાઓએ આતંક મચાવીને લૂંટ ધાડ કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસની ધાકના ધજાગરા ઉડાડતાં આ ઘટનાના પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગણેશનગરમાં રહેતા બૂટલેગર ગોવલો ઊર્ફે ગોવિંદ ચંદેના ઘરે બનાવ બન્યો હતો.

ફિલ્મી સ્ટાઈલમાં ઈકો કારમાં આવેલા અજાણ્યા ગુંડાઓએ ગોવલાના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી, ડ્રૉઅરમાં રહેલી દસેક હજાર રોકડાં રૂપિયા લૂંટીને તથા ઘર બહાર પાર્ક દ્વિચક્રી મોપેડ હંકારી નાસી ગયાં હતા.

બૂટલેગર ગોવલો હાલ એક કેસમાં જેલમાં કેદ છે, ઘરમાં રહેલી બૂટલેગરની પત્ની અને નોકરાણીએ પ્રતિકાર કરવા પ્રયાસ કરતા ગુંડાઓએ નોકરાણીને પગમાં ધોકા મારીને ડાટી ડફારા કર્યાં હતા. અંગત અદાવતમાં આ બનાવ બન્યો હોવાનું અને ઉત્પાત મચાવનારાં આ ગુંડાઓ કચ્છ બહારના હોવાનું મનાઈ રહ્યું છે. 

જો કે, આરોપીઓ કોણ છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. બનાવના વીડિયો અને ફોટા વાયરલ થયા બાદ દોડતી થઈ ગયેલી પોલીસે ગુનામાં વપરાયેલી બિનવારસી કાર અને ત્રણેક ગુંડાઓને દબોચી લીધાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ