click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Business -> No penalty for late GST return, good news for all
Tuesday, 03-Oct-2017 - Bureau Report 1042 views
દિવાળીના દિવસોમાં ગુડ ન્યૂઝ: GSTના મોડા રિટર્ન પર પેનલ્ટી બંધ

દિવાળીના દિવસોમાં વેપારીઓને GST રિટર્ન ફાઇલ કરવામાંથી મુકિતઃ ચૂંટણી આવી રહી છે ત્યારે વેપારીઓનો રોષ ટાળવા નિર્ણય લેવાયોઃ વારંવારની રજૂઆતો બાદ લેટ GST ફાઇલ પરની પેનલ્ટી રિફન્ડ કરવાની પણ શરૂઆત થઇ

GST લઇને રોજે રોજ નવી નવી સમસ્યાઓ ઊભી થઇ રહી છે અને વેપારીઓ પરેશાન થઇ ગયા છે. હવે દિવાળીના દિવસોમાં જ GST રિટર્ન અને GSTR 3B ભરવાના છેલ્લા દિવસો હતા. જે અંગે પણ વ્યાપક રજૂઆતો થતાં આખરે હવે લેટ GST ફાઇલ કરવા પર જે પેનલ્ટી વસૂલાતી હતી તે બંધ કરી દેવામાં આવી છે.જેને પગલે હવે દિવાળીના દિવસોમાં વેપારીઓ GST રિટર્ન અને GSTR 3B ફાઇલ કરવાની ચિંતા મુકીને પરિવાર સાથે ઉત્સવોની ઉજવણી કરી શકશે. સાથે સાથે અગાઉ જે વેપારી પાસેથી પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. તે પણ તેમના ખાતામાં પરત જમા (રિફન્ડ) થવાની શરૂઆત થઇ ગઇ હોવાનું જાણી શકાયું છે.

GSTના અમલને ત્રણ મહિના પૂરા થઇ ગયા છે. આ ત્રણ માસ દરમિયાન વેપારીઓ પરેશાન થઇ ગયા છે. કેમકે દર મહિને GST રિટર્ન ફાઇલ કરવાનું અને અને GSTR ફાઇલ કરવામાં જ તેમનો સમય વેડફાઇ જતો હતો. દર મહિનાની ૨૦મી તારીખ સુધીમાં આગળના મહિનાનું GST રિટર્ન અને GSTR ફાઇલ ન થાય તો ૨૦મી તારીખે રાત્રે ૧૨ વાગ્યા બાદ લેટ પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હતી.તેમાંય વળી રિટર્ન ફાઇલ કરવાના છેલ્લા દિવસોમાં તો GSTનું વેબ પોર્ટલ જ ઠપ થઇ જતું હોવાથી વેપારીઓને કલાલો સુધી કમ્પ્યુટર સામે બેસી રહેવું પડતું હતું. સિસ્ટમની આ ખામીને લઇને ટેકસ કન્સલ્ટલ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. જુદા જુદા વેપારી સંગઠનો દ્વારા દર મહિને રિટર્ન ફાઇલ કરવાની અવધી વધારવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવી પડતી હતી.

તેમાંય ચાલુ મહિને ૨૦મી તારીખે બેસતુ વર્ષ છે. એટલે કે GST રિટર્ન અને GSTR 3B ફાઇલ કરવાના છેલ્લા દિવસો દિવાળીના તહેવારોમાં જ આવી રહયા હોવાથી વેપારીઓ ચિંતીત હતા. ચાલુ મહિને રિટર્ન ફાઇલ કરવાની અવધી વધારવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.

આ રજૂઆતોને પગલે તંત્ર દ્વારા લેટ GST રિટર્ન અને GSTR 3B ફાઇલ કરનાર વેપારી પાસેથી પેલન્ટી વસૂલાશે નહિ. સિસ્ટમમાં જે પેનલ્ટી ઓટો જનરેટ થઇ જતી હતી. તે હવે બંધ થઇ ગયું છે. જેને લઇને વેપારીઓને રાહત થઇ છે. જોકે સામી ચૂંટણીએ વેપારીઓનો રોષ વહોરવા માટે સરકાર તૈયાર ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે અગાઉ જે પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી. તે પણ જેતે વેપારીઓના ખાતામાં પરત જમા થઇ રહી હોવાનું જાણી શકાયું છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં