click here to go to advertiser's link
Visitors :  
02-Jul-2025, Wednesday
Home -> Business -> Britannia to invest Rs 400-500 crore says Chairman Nusli Wadia
Monday, 06-Aug-2018 - Bhuj 9277 views
પારલે બાદ કચ્છ આવી બ્રિટાનીયા, મુંદરા પ્લાન્ટના વિસ્તરણનું કરાયું આયોજન

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભૂકંપ બાદ કચ્છમાં વિવિધ ઔદ્યોગિક એકમો કાર્યરત થયાં છે. સિમેન્ટથી લઈ સ્ટીલના સળીયા અને ટાઈલ્સ, ટેક્સટાઈલ્સથી લઈ સાબુ નિર્માણ કરતાં ઉદ્યોગો આવ્યાં છે. આ જ શ્રૃંખલામાં ભુજ નજીક આવેલી પારલે બિસ્કીટ કંપનીની જેમ બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝનું મુંદરા સેઝમાં આગમન થયું છે. કંપનીની 99મી એન્યુઅલ જનરલ મિટીંગને સંબોધતાં બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન નસલી વાડિયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં કંપની મુંદરા સહિત દેશભરના વિવિધ પ્લાન્ટનું ચારસોથી પાંચસો કરોડના રોકાણ સાથે વિસ્તરણ કરવાનું આયોજન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુંદરા સેઝમાં 155 કરોડના રોકાણ સાથે કાર્યરત યુનિટનું સંપુર્ણ ઉત્પાદન એક્સપોર્ટ ઓરીએન્ટેડ છે. અહીં ક્રીમ બિસ્કીટ અને ટોસનું ઉત્પાદન થાય છે જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 28 હજજાર મેટ્રિક ટન છે. આ યુનિટમાંથી 800 લોકો રોજગાર મેળવી રહ્યાં છે.

Share it on
   

Recent News  
મર્ડર થયું માધાપરમાં ને રપટ રજૂ થઈ રાજસ્થાન! ઝીરો નંબરની FIRમાં ફરિયાદી જ આરોપી?
 
૧૨ હજારની લાંચ લેતા ઝડપાયેલા ભુજ તાલુકા બાગાયતી અધિકારીને પાંચ વર્ષની સખ્ત કેદ
 
ભચાઉના શિકરાની ફેક્ટરીમાં સાથી મજૂરે માથામાં પાઈપ ફટકારીને યુવકની હત્યા કરી