click here to go to advertiser's link
Visitors :  
18-Aug-2025, Monday
Home -> Business -> Bain-Piramal fund invests $156 million in Archean Groups marine chemicals business
Monday, 26-Nov-2018 - Desk Report 7971 views
દેવામાં ડૂબેલી આર્ચિયનમાં 156 મિલિયન ડૉલરનું થશે રોકાણ, ફરી ધમધમતી થશે કંપની
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેવાના બોજ હેઠળ દબાઈ ગયેલી આર્ચિયન કેમિકલ કંપની ફરી ધમધમતી થશે.

જાણીતા ઉદ્યોગજૂથ પિરામલ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ અને બેઈન કેપિટલ ક્રેડિટ દ્વારા માંદી પડેલી આર્ચિયનને બેઠી કરવા 156 મિલિયન અમેરિકન ડૉલરનું રોકાણ કરવામાં આવશે. આ માટે પિરામલ અને બેઈન વચ્ચે ઈન્ડિયા રીસર્જન્સ ફંડના નામે જોઈન્ટ વેન્ચર ઉભું કરાયું છે. જોઈન્ટ વેન્ચરના એમડી શાન્તનુ નલવાડીએ આજે મુંબઈમાં જાહેરાત કરી હતી કે, મરીન કેમિકલ બીઝનેસ સાથે સંકળાયેલા આર્ચિયન ગૃપ સાથે જોડાવામાં અમે હર્ષ અનુભવીએ છીએ. કંપનીના દેવા દૂર કરવામાં અને કંપનીના ઉત્પાદનની કાર્યક્ષમતા વધારવા કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ તરીકે 156 મિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાજીપીર નજીક આવેલી આર્ચિયન કેમિકલ કંપની ચેન્નાઈસ્થિત ઉદ્યોગજૂથ છે. કચ્છના ખારાપાટમાંથી તે સલ્ફેટ ઑફ પોટાશ (SOP), કેમિકલ સૉલ્ટ અને બ્રોમાઈનનું ઉત્પાદન કરે છે. 2009માં સ્થપાયેલી આર્ચિયન કંપની હાલ દેશમાં ઈન્ડસ્ટ્રીયલ સૉલ્ટ અને બ્રોમાઈનનું ઉત્પાદન-નિકાસ કરતી મોખરાની કંપની ગણાય છે. નવા રોકાણથી કંપનીનો ભારતમાં માર્કેટ શેર વધવાની અને જાપાન, ચીન, મિડલ ઈસ્ટ અને યુરોપીયન દેશોમાં તેની નિકાસ વધવાની અપેક્ષા છે.

Share it on
   

Recent News  
સેનાની દિલેરીઃ સિંદૂરમાં જોડાયેલા મિકેનીક, સરપંચ, ૧૧ IPS સહિત ૪૪૭ને પ્રશસ્તિપત્ર
 
માર્ગો પર મોતની લટારઃ ભચાઉમાં બે યુવકો સહિત જિલ્લામાં વિવિધ અકસ્માતોમાં ૭ મોત
 
૨.૪૭ લાખની ઓનલાઈન ઠગાઈના ગુનામાં લાકડીયા પોલીસે ગાઝિયાબાદના આરોપીને ઝડપ્યો