click here to go to advertiser's link
Visitors :  
02-Jul-2025, Wednesday
Home -> Business -> Adani plans e-bus foray with SEZ production facility Taiwan tie-up
Monday, 21-May-2018 - Bureau Report 130841 views
મુંદરા SEZમાં 'ઈ-બસ'ના નિર્માણ માટે ગતિવિધિ, તાઈવાની કંપની સાથે થશે ટાઈ અપ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરામાં સ્થાપિત અદાણી જૂથ દ્વારા ઈ-બસના નિર્માણનું એકમ શરૂ કરવા ગતિવિધિઓ હાથ ધરાઈ હોવાનું બહાર આવ્યું છે. બિઝનેસ ન્યૂઝપેપર ધ ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રગટ થયેલાં અહેવાલ અનુસાર આ એકમ મુંદરા સેઝમાં કાર્યરત કરાશે. ઈ-બસના નિર્માણ માટે તાઈવાનની એક કંપની સાથે ટાઈ-અપ કરવા વાટાઘાટો ચાલી રહી છે અને સમગ્ર પ્રોજેક્ટ અંગે ભારે ગુપ્તતા રખાઈ રહી છે.

માર્કેટ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ભારતીય બજારમાં ઈલેક્ટ્રીક વાહનોનું નિર્માણ કરતાં મર્યાદિત ઉદ્યોગ જૂથો છે. ત્યારે, અદાણીની આ પહેલ ઈ-વ્હિકલના સેક્ટરમાં ભારે હલચલ મચાવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ઈ-વ્હિકલનું માર્કેટ મર્યાદિત છે અને સરકારો દ્વારા કરવામાં આવતી ખરીદી પર બહુધા નિર્ભર છે. જો કે, આગામી વર્ષોમાં સરકારી નીતિઓની સાથે માર્કેટ ટ્રેન્ડ બદલાવાની અને ઈ વ્હિકલની માગમાં મોટો ઉછાળો આવવાની શક્યતા સેવાય છે.

Share it on
   

Recent News  
મર્ડર થયું માધાપરમાં ને રપટ રજૂ થઈ રાજસ્થાન! ઝીરો નંબરની FIRમાં ફરિયાદી જ આરોપી?
 
૧૨ હજારની લાંચ લેતા ઝડપાયેલા ભુજ તાલુકા બાગાયતી અધિકારીને પાંચ વર્ષની સખ્ત કેદ
 
ભચાઉના શિકરાની ફેક્ટરીમાં સાથી મજૂરે માથામાં પાઈપ ફટકારીને યુવકની હત્યા કરી