કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા કરવાના ગુનામાં નવેમ્બર ૨૦૧૯થી જેલમાં બંધ મનીષા ગોસ્વામીને સુપ્રીમ કૉર્ટે જામીન આપ્યાં છે. જાન્યુઆરી માસમાં ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા થયાં બાદ મનીષા અને તેનો સાગરીત સુરજીત પરદેશ ઊર્ફે ભાઉ બેઉ નાસતાં ફરતાં રહ્યાં હતા અને નવેમ્બર માસમાં યુપીના પ્રયાગરાજથી પકડાયાં હતાં. પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ સર્વોચ્ચ અદાલતે હત્યા કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા હુકમ કરેલો પરંતુ તેનું પાલન ના થતાં કૉર્ટે પ્રી ટ્રાયલ કન્વિક્શન ગણીને મનીષાને જામીન પર મુક્ત કરી દીધી છે. જો કે, માધાપરના યુવકને હની ટ્રેપ કરી મરવા માટે મજબૂર કરવાના ગુનામાં મનીષાને જામીન મળ્યાં નથી. તેથી તે હજુ જેલમાં જ રહેશે. સુપ્રીના આ હુકમ બાદ ભાનુશાલી હત્યા કેસ સબબ હાલ જેલમાં રહેલાં અન્ય આરોપીઓ માટે પણ જામીન મેળવવા માટે આશાનું નવું કિરણ ફૂટ્યું છે.
Share it on
|