click here to go to advertiser's link
Visitors :  
16-Dec-2025, Tuesday
Home -> Bhuj -> 139 snake bite patients treated in Bhuj GKGH in the last 6 months
Saturday, 29-Nov-2025 - Bhuj 13187 views
કચ્છમાં છેલ્લાં ૬ મહિનામાં જી.કે. જનરલમાં સર્પ દંશના ૧૩૯ દર્દીઓની સારવાર કરાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ઉનાળા અને ચોમાસાના છેલ્લાં ૬ મહિનામાં એકલી જી.કે. જનરલ હોસ્પિટલમાં સર્પ દંશના ૧૩૯ દર્દીઓને સારવાર આપી જીવ બચાવાયો છે. સર્પ દંશના કિસ્સાઓને હોસ્પિટલમાં ઈમરજન્સી કેસ તરીકે ગણીને ઉપચાર કરવામાં આવે છે. ઇમરજન્સી  અને મેડિસીન વિભાગના  તબીબોના જણાવ્યા મુજબ સર્પદંશના કારણે  સમયસર હોસ્પિટલમાં પહોંચનાર દર્દીઓ તાત્કાલિક સાજા થઈ ગયા હતા. વિલંબથી આવનારના દર્દીઓ ઝેરના લીધે ગંભીર હાલતમાં મૂકાયાં હતા.

જો દર્દીને સમયસર સારવાર ના મળે તો ઘણીવાર મૃત્યુ નીપજી શકે છે. સાપ કરડે ત્યારબાદ જ્યાં ડંખ વાગ્યો ત્યાં સોજો,  દુઃખાવો, તે ભાગ કાળો થઈ જવો, પાંપણ ઢળી પડવી, ધૂંધળું દેખાવું, શ્વાસમાં તકલીફ, પેશાબ લાલ આવવો, દાંત અને પેઢામાંથી લોહી પડવું, ચક્કર અને ઊંઘ આવવી વગેરે લક્ષણો જોવા મળી શકે છે. ઘણીવાર કિડની ઉપર પણ ઝેરની અસર થાય છે. 

સાપ કરડે પછી આટલું ધ્યાન ખાસ રાખવું

સાપ કરડે અને દર્દીને હોસ્પિટલ પહોંચાડાય ત્યાં સુધી તેને ગભરાટ ન થાય તે રીતે શાંત પાડવો. કરડેલી જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ નાખવી. તુરંત ૧૦૮ ઉપર કોલ કરીને નજીકની હોસ્પિટલમાં પહોંચવું. લક્ષણ ન હોય તો પણ ૨૪ કલાક દર્દીને તબીબી ઓબ્ઝર્વેશનમાં (અવલોકન)માં રાખવામાં આવે તે જરૂરી છે.

સાપ કરડ્યો હોય ત્યાં ચીરો કે કટ લગાવવો નહીં અને દોરો કે કપડું કસીને બાંધવું નહીં. ઝેર ચૂસવું નહીં વગેરે જેવી સાવચેતી રાખવા તબીબોએ સલાહ આપી છે.

કેટલીકવાર લક્ષણો તુરંત દેખાતા નથી, પરંતુ અમુક કલાક પછી ગંભીર લક્ષણો વિકસે છે. તેથી ૨૪ કલાક હોસ્પિટલમાં તબીબની નજર હેઠળ અવલોકનમાં રહેવું જરૂરી છે.

સર્પદંશથી બચવા આટલી સાવચેતી રાખો

આગોતરી સાવચેતી બાબતે તબીબોના જણાવ્યા મુજબ ખેતર કે બગીચામાં લાંબી બુટ અને લાંબી પેન્ટ પહેરવી, રાત્રે ટોર્ચ સાથે ચાલવું, આસપાસના ઝાંખરા, કચરો, પથ્થર દૂર રાખવા,  મચ્છરદાનીમાં સૂવું, ખોરાક ખુલ્લો રાખવો નહીં, સાપ દેખાય તો સલામત અંતરેથી સાપનો ફોટો લેવો જેથી તેની ઓળખ બાદ ઝેરની માત્રા કેવી છે તેનો અંદાજ તબીબોને સારવાર માટે મદદરૂપ બને છે.

Share it on
   

Recent News  
ભુજઃ પોતાની સામે અરજી કરનાર કથિત જાગૃત નાગરિક સામે રીઢા બૂટલેગરની ખંડણીની ફરિયાદ
 
લેડી કોન્સ્ટેબલની હત્યાના પ્રયાસના આરોપી ફાયર ઑફિસરને હાઈકૉર્ટે જામીન આપ્યા
 
સર્વજન હિતાયના ભાવ સાથે અદાણી પોર્ટ એન્ડ SEZ આયોજીત ભાગવત સપ્તાહનો શુભારંભ