click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Abdasa -> SDM and Flying Squad raids on illegal mines at Raydhanzar Seize 10 vehicles
Wednesday, 04-Oct-2023 - Kothara 53429 views
રાયધણઝરમાં ખનિજચોરો પર તવાઈઃ SDM અને FSએ ૮ ડમ્પર અને બે એસ્કેવેટર જપ્ત કર્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસામાં બેફામ હદે થઈ રહેલી ખનિજ ચોરીના દૂષણને નાથવા ખનિજ વિભાગ સાથે હવે પ્રાંત અધિકારી પણ મેદાને ઉતર્યાં છે. અબડાસાના રાયધણઝર ગામે બેખૌફ રીતે થઈ રહેલાં બેન્ટોનાઈટના ગેરકાયદે ખનન અને પરિવહનની પ્રવૃત્તિ સંદર્ભે ગત રાત્રે તંત્રએ દરોડા પાડી ૮ ડમ્પર તથા બે એસ્ક્વેટર મશીન કબજે કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અબડાસાના પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ અને ખનિજ કચેરીની ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક મેહુલકુમાર શાહના નેતૃત્વમાં ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં રાયધણઝર ગામે આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તપાસ ટીમના કાફલાને જોઈને રાતના અંધકારમાં વાહનચાલકો નાસી છૂટ્યાં હતાં. તપાસ ટીમે બેન્ટોનાઈટના ખનન માટે વપરાતાં બે એસ્ક્વેટર અને આઠ ડમ્પર કબજે કર્યાં છે.

તમામ વાહનો કોઠારા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવ્યાં છે. ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક મેહુલ શાહે જણાવ્યું કે આખી રાત તપાસ કામગીરી ચાલી હતી અને તપાસ ખરાઈ કર્યાં બાદ ખનિજ ચોરો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

જે ડમ્પર સીઝ કરવામાં આવ્યાં છે તેના રજીસ્ટ્રેશન નંબર આ મુજબ છેઃ (1) GJ-12 BX-5737 (2) GJ-12 Z-2409 (3) GJ-07 YY-3205 (4) GJ-12 BW-5948 (5) GJ-12 BZ-7086 (6) GJ-18 AT-8891 (7) GJ-17 UU-6281 (8) GJ-12 BW-4446

Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો