click here to go to advertiser's link
Visitors :  
26-Aug-2025, Tuesday
Home -> Abdasa -> One side lover booked for stalking and outraging modesty at Naliya
Monday, 08-Jan-2024 - Naliya 63666 views
પરાણે પ્રીત કરવા પરિણીતા પાછળ પડી ગયેલો વમોટીનો રોમિયો ફોજદારીમાં ફીટ થયો
કચ્છખબરડૉટકોમ, નલિયાઃ છેલ્લાં નવ દિવસથી પોતાની પાછળ હાથ ધોઈને પડી ગયેલાં અબડાસાના નાની વમોટી ગામના યુવક સામે પરિણીતાએ નલિયા પોલીસ મથકે છેડતી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. આરોપી કૃણાલ માધુભા જાડેજાએ ૩૧ ડિસેમ્બરે રસ્તામાં એકલી જતી યુવાન પરિણીતાએ અટકાવી તેનો મોબાઈલ નંબર  લખેલી ચિઠ્ઠી બળજબરી પકડાવી પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા જણાવ્યું હતું. યુવતીએ તેણે આપેલી ચિઠ્ઠી ત્યાં જ ફાડી નાખેલી.

ઉશ્કેરાયેલાં કૃણાલે બીજા વખત યુવતીને આંતરી તેના પુત્ર અને પતિને મારી નાખવાની ધમકી આપેલી. કામસર બહારગામ ગયેલો પતિ ઘરે આવ્યો ત્યારે પરિણીતાએ તેને કૃણાલની હરકતો વિશે વાત કરેલી. પતિએ આરોપીને સમજાવવા પ્રયાસ કરેલો પરંતુ આરોપીએ પોતાને કોઈનો ડર ના હોવાનું જણાવી તેની પત્નીનો કેડો નહીં મૂકવાની અને થાય તે કરી લેજે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આરોપીને પકડીને કાયદાનો પાઠ ભણાવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
‘SOG પોલીસને કેમ બાતમી આપે છે?’ ચિયાસરના બે વૃધ્ધ ભાઈની હત્યા કરવા થયો પ્રયાસ
 
ટ્રમ્પ ટેરિફ વચ્ચે મુંદરાની જિન્દાલમાંથી ૬૦૦ કામદારોને રાતોરાત છૂટાં કરી દેવાયાં
 
ભુજના યુવકે અમદાવાદના ફિલ્મ પ્રોડ્યુસરને ફોન કરી ગોળી મારી પતાવી દેવાની ધમકી આપી