click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Pressnotes -> Mundra old port connected with EDI MP hopes old maritime era will revive
Wednesday, 20-Dec-2017 - Bhuj 200311 views
મુંદરાનું જૂનું પોર્ટ EDI સાથે જોડાતાં વહાણવટું વિકસશેઃ સાંસદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કેન્દ્ર સરકારે મુંદરાના જૂના બંદરને કસ્ટમ EDI (ઈલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ) સાથે જોડતા માંડવી મુંદરાના મૃતપ્રાયઃ વહાણવટા ઉદ્યોગને નવજીવન મળવાની આશા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વ્યક્ત કરી છે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું છે કે, વેપાર, ટ્રાન્સપોર્ટ અને બેન્કને સાથે જોડતા EDIના કારણે રાજ્ય બહાર લાંગરતા વહાણો દુનિયાના અન્ય બંદરો સાથે જોડાઈ ગયા છે. માંડવીના અંદાજીત ૨૬૫ વહાણો હવે EDI થવાથી મુંદરાથી લોડીંગ–બોર્ડીંગ કરતાં થયા છે.

જે વહાણવટુ બંધ થવાના આરે હતું તે ફરી જીવંત થયું છે. સાંસદે આશા વ્યક્ત કરી છે કે, EDI સાથે જૂના મુંદરા પોર્ટ જોડાતા વહાણવટાને પ્રાધાન્ય મળશે. વિદેશ સાથે એક્સપોર્ટ–ઈમ્પોર્ટ વેપારનું ટ્રાન્સપોર્ટ ઝડપી થશે. વહાણવટા ઉદ્યોગ અને માલિકોને આર્થિક લાભો પ્રાપ્ત થશે. ચાવડાએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારી આનંદ વ્યક્ત કર્યો છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં