click here to go to advertiser's link
Visitors :  
01-Jul-2025, Tuesday
Home -> Pressnotes -> BMCB bank get Banko Award as one of the best bank of India
Tuesday, 11-Feb-2020 - Bhuj 8187 views
ભુજની BMCB બેન્કને ભારતની નંબર વન બેન્ક તરીકે ‘બેન્કો એવોર્ડ’થી સન્માનિત કરાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેન્કને ભારતની નંબર વન બેન્ક તરીકે ‘બેન્કો પુરસ્કાર’થી સન્માનિત કરાઈ છે. સહકારી બેન્કોની કામગીરીની લેખાં-જોખાંના આધારે આ એવોર્ડ અપાય છે. 500 સહકારી બેન્કના ચેરમેન અને સીઈઓની ઉપસ્થિતિમાં ગોવા ખાતે આયોજીત સમારોહમાં BMCBને વર્ષ 2019 માટે આ એવોર્ડ જાહેર કરાયો હતો.

બેન્કના ઈન્ચાર્જ ચેરમેન રશ્મિ પંડ્યા, પૂર્વ ચેરમેન નીલાબેન ચોક્સી, ડાયરેક્ટર ચેતન મહેતા અને જનરલ મેનેજર સ્મિત મોરબીયાએ આ એવોર્ડ સ્વિકાર્યો હતો. હાઈટેક ટેકનોલોજી અપગ્રેડેશન એવોર્ડમાં ભારતમાં બીજા નંબરનો એવોર્ડ પણ BMCBને એનાયત કરાયો હતો. ખાસ કરીને, ગત વર્ષે BMCBએ 36 ટકા જેટલો વાર્ષિક ગ્રોથ હાંસલ કર્યો છે જે બાબતને એવોર્ડની જ્યુરીએ ખાસ ધ્યાને લીધી હતી. એવોર્ડ સમારોહમાં RBIના પૂર્વ અધિકારી અશોક નાયક, શાંતારામ ભાલેરાવ હાજર રહ્યા હતા. બેન્કના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીઆ અને ડૉ. સૌરભ ચોકસીએ નામાંકિત એવોર્ડ મેળવવા બદલ BMCB પરિવાર અને બેન્કના સભાસદો-ખાતેદારોને અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે વિરમગામ મર્કેન્ટાઈલ બેન્ક અને કચ્છ કો-ઓપરેટીવ બેન્ક, મુંબઈના મર્જરની કાર્યવાહી પૂર્ણ કરી BMCB પોતાના સિલ્વર જ્યુબિલી વર્ષમાં મલ્ટિસ્ટેટ બેન્ક બની જશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Share it on
   

Recent News  
મર્ડર થયું માધાપરમાં ને રપટ રજૂ થઈ રાજસ્થાન! ઝીરો નંબરની FIRમાં ફરિયાદી જ આરોપી?
 
૧૨ હજારની લાંચ લેતા ઝડપાયેલા ભુજ તાલુકા બાગાયતી અધિકારીને પાંચ વર્ષની સખ્ત કેદ
 
ભચાઉના શિકરાની ફેક્ટરીમાં સાથી મજૂરે માથામાં પાઈપ ફટકારીને યુવકની હત્યા કરી