click here to go to advertiser's link
Visitors :  
20-May-2024, Monday
Home -> Mandvi -> Gadhshisha police arrests quack medical practitioner from Don Mandvi
Friday, 24-Mar-2023 - Gadhshisha 61796 views
માંડવીના ડોણ ગામે ડમી દર્દી મોકલીને પોલીસે નકલી તબીબને ઝડપી પાડ્યો
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવી તાલુકાના ડોણ ગામે પોલીસે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે દરોડો પાડી જન આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પોલીસે ગામના જૈન ફળિયામાં ભાડાના મકાનમાં દવાખાનું ખોલીને જનરલ પ્રેક્ટિસ કરતાં ૫૫ વર્ષિય સતવીરસિંહ ઉદયરામ ચૌધરી (રહે. મૂળ જિન્દ, હરિયાણા)ને ડમી દર્દી મોકલીને રંગેહાથ પકડી પાડ્યો હતો.

પોલીસે દવાખાનામાંથી વિવિધ પ્રકારની એન્ટીબાયોટીક અને હોમિયોપેથીક દવાઓ, સિરિન્જ, સ્ટેથોસ્કોપ, બીપી ઈન્સ્ટ્રુમેન્ટ વગેરે મળી ૭૭૬૧ રૂપિયાની દવા-સાધન જપ્ત કર્યાં હતા. પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ પોતે BEMSની ડિગ્રી ધરાવતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પાસવાને જણાવ્યું કે ગુજરાતમાં મેડિકલ પ્રેક્ટિસ માટે આવી કોઈ ડિગ્રી માન્ય નથી અને પ્રથમદ્રષ્ટયા આ ડિગ્રી ઉપજાવી કાઢેલી નકલી હોવાનું જણાય છે. ગઢશીશા પોલીસે આરોપી સામે ઈપીકો કલમ ૪૧૯ અને મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ ૩૦ હેઠળ ગુનો નોંધી બોગસ તબીબ સામે કાયદેસર કાર્યવાહી કરી છે.

Share it on
   

Recent News  
નાણાં માંગીને ગાળો ભાંડતા વાગડના પાંચ શખ્સોના ત્રાસથી અંજારના વેપારીનો આપઘાત
 
માંડવીઃ પેરાસેઈલીંગ કરતાં યુવકના મૃત્યુ બદલ સંચાલક સામે સાપરાધ મનુષ્યવધની ફરિયાદ
 
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર