click here to go to advertiser's link
Visitors :  
02-Dec-2024, Monday
Home -> Kutch -> HSC Science and General stream result Rise in Kutch District performance
Thursday, 09-May-2024 - Bhuj 94248 views
ધો. ૧૨નું પરિણામઃ સામાન્ય અને સાયન્સ પ્રવાહમાં કચ્છની સફળતાનો આંક વધ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના આજે પરિણામ જાહેર થયાં છે. વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યનું પરિણામ ૮૨.૪૫ ટકા આવ્યું છે જે ગત વર્ષના ૬૫.૫૮ ટકા પરિણામની તુલનાએ ૧૬.૮૭ ટકા વધુ છે. રાજ્યમાં કુલ ૧૦૩૪ છાત્રોને A1 ગ્રેડ અને ૮૯૮૩ છાત્રોને A2 ગ્રેડ મળ્યો છે.
ધો. ૧૨ સાયન્સમાં કચ્છનું ૮૪.૩૨ ટકા પરિણામ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કચ્છ જિલ્લાનું પરિણામ ૮૪.૩૨ ટકા જાહેર થયું છે. ગત વર્ષના ૭૦.૮૮ ટકા પરિણામની તુલનાએ આ વર્ષે પરિણામમાં ૧૩.૪૪ ટકા વધારો થયો છે. છેલ્લાં છ વર્ષનું આ સર્વાધિક ઊંચુ પરિણામ છે. આ અગાઉ ૨૦૧૭માં ૮૭.૬૭ ટકા પરિણામ નોંધાયું હતું. આ વર્ષે કુલ ૧૩૦૭ છાત્રએ પરીક્ષા આપેલી. જેમાંથી ૧૧૦૨ પાસ થયાં છે અને ૨૧૦ નાપાસ થયાં છે. ૨૧ છાત્રને A1 ગ્રેડ, ૧૧૦ને A2 ગ્રેડ અને ૨૪૩ને B1 ગ્રેડ મળ્યો છે. ગત વર્ષે આખા જિલ્લામાં ફક્ત બે જ છાત્રને A1 ગ્રેડ મળ્યો હતો.

♦ભુજના ૭૨૦ છાત્રમાંથી ૬૦૧ પાસ, ૮૩.૪૭ ટકા પરિણામ

♦ગાંધીધામમાં ૩૭૮ છાત્રમાંથી ૩૨૨ પાસ, ૮૫.૧૯ ટકા પરિણામ

♦માંડવીમાં ૧૩૭ છાત્રમાંથી ૧૨૨ પાસ, ૮૯.૦૫ ટકા પરિણામ

♦અંજારમાં ૭૨ છાત્રમાંથી ૫૭ પાસ, ૭૯.૧૭ ટકા પરિણામ

સામાન્ય પ્રવાહમાં રાજ્યનું દાયકાનું સર્વોચ્ચ પરિણામ

સામાન્ય પ્રવાહમાં છેલ્લાં એક દાયકામાં પહેલીવાર સમગ્ર ગુજરાતનું પરિણામ ૯૧.૯૩ ટકા જેટલું સર્વોચ્ચ નોંધાયું છે. ૨૦૨૩માં ૭૩.૨૭ ટકા અને ૨૦૨૨માં ૮૬.૯૧ ટકા પરિણામ નોંધાયું હતું. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૧૮.૬૬ ટકા જેટલું ઊંચુ પરિણામ નોંધાયું છે. ૨૦૨૧માં કોવિડના કારણે પરીક્ષા લીધા વગર માસ પ્રમોશન અપાતાં ૧૦૦ ટકા પરિણામ જાહેર થયેલું. રાજ્યના ૩ લાખ ૭૪ હજાર ૭૦૫ છાત્રોમાંથી ૫૫૦૮ છાત્રોને A1 ગ્રેડ અને ૪૨૪૪૦ છાત્રો A2 ગ્રેડ મળ્યો છે, ૩૧,૭૭૪ છાત્રો નાપાસ થયાં છે.

રાજ્ય  સમાંતર કચ્છમાં પણ દાયકાનું હાઈએસ્ટ રીઝલ્ટ

કચ્છ જિલ્લાનું પરિણામ ૯૪.૨૩ ટકા નોંધાયું છે, જે છેલ્લાં એક દાયકાનું સર્વાધિક ઊંચુ પરિણામ છે. આ અગાઉ ૨૦૧૪માં કચ્છનું પરિણામ ૯૫.૭૯ ટકા નોંધાયું હતું. ગત વર્ષે ૮૪.૫૯ ટકા સફળતા સાથે કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી મોખરે રહ્યો હતો. જિલ્લામાં ૧૧ કેન્દ્રો પરથી કુલ ૧૦૩૬૨ છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૩૬ છાત્રોએ A1 ગ્રેડ અને ૧૩૪૪ છાત્રોએ A2 ગ્રેડ મેળવ્યો છે. ૬૨૬ છાત્રો નાપાસ થયાં છે.

માંડવીનું સૌથી ઊંચુ અને ખાવડાનું આખા રાજ્યમાં સૌથી નીચું રીઝલ્ટ

૯૬.૬૭ ટકા પરિણામ સાથે જિલ્લામાં માંડવી કેન્દ્રનું પરિણામ સૌથી ઊંચુ નોંધાયું છે, જ્યારે ૫૧.૧૧ ટકા નીચા પરિણામ સાથે ખાવડા કેન્દ્રનું પરિણામ આખા રાજ્યમાં સૌથી ઓછું નોંધાયું છે.

કેન્દ્ર વિદ્યાર્થી ઉત્તિર્ણ ટકા
ભુજ ૨૬૨૨ ૨૪૯૭  ૯૫.૨૩
ગાંધીધામ ૧૩૬૭ ૧૨૭૦ ૯૨.૯૦
માંડવી ૧૨૯૨ ૧૨૪૯ ૯૬.૬૭
અંજાર ૧૦૦૪ ૯૪૧ ૯૩.૭૩
ભચાઉ ૮૧૩ ૭૬૫ ૯૪.૧૦
આદિપુર ૬૯૬ ૬૫૩ ૯૩.૮૨
રાપર ૭૦૧ ૬૫૩ ૯૩.૧૫
નખત્રાણા ૫૬૨ ૫૨૮ ૯૩.૯૫
નલિયા ૩૨૨ ૩૦૮ ૯૫.૬૫
પાન્ધ્રો ૧૩૯ ૧૩૧ ૯૪.૨૪
મુંદરા ૭૫૪ ૭૨૩ ૯૫.૮૯
ખાવડા ૯૦ ૪૬ ૫૧.૧૧

   ફ્લેશબૅક

વર્ષ ટકા
૨૦૧૩ ૯૦.૨૧
૨૦૧૪  ૯૫.૭૯
૨૦૧૫ ૯૩.૩૯
૨૦૧૬ ૮૮.૬૬
૨૦૧૭ ૮૧.૩૩
૨૦૧૮ ૬૭.૩૯
૨૦૧૯ ૮૧.૩૩
૨૦૨૦ ૮૩.૭૯
૨૦૨૧ ૧૦૦
૨૦૨૨ ૯૧.૨૪
૨૦૨૩ ૮૪.૫૯
૨૦૨૪ ૯૪.૨૩
Share it on
   

Recent News  
ભુજના સંજોગનગરમાં જૂની અદાવતમાં યુવાનના માથામાં પાઈપ ધારીયા મારી હત્યાનો પ્રયાસ
 
ખેડોઈની વાડીમાં દરોડો પાડી પોલીસે ૪૫.૫૩ લાખના શરાબ બિયરનો જંગી જથ્થો ઝડપ્યો
 
ચિત્રોડ નજીક મોપેડ સવાર ત્રિપુટીએ છરીની અણીએ ટ્રેલરના ડ્રાઈવર ક્લિનરને લૂંટ્યાં