click here to go to advertiser's link
Visitors :  
16-Oct-2025, Thursday
Home -> Kutch -> BSF nabs Pakistani national Seems mentally challenged
Wednesday, 17-Jan-2024 - Bhuj 95358 views
ઓપરેશન ‘સર્દ હવા’ વચ્ચે કચ્છ સરહદેથી BSFએ પાકિસ્તાની ઘૂસણખોર ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ બોર્ડર સિક્યોરીટી ફોર્સે પાકિસ્તાનને જોડતી ગુજરાતથી કાશ્મિર સુધીની સીમા પર ‘ઓપરેશન સર્દ હવા’ અંતર્ગત સીમા પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. લોખંડી બંદોબસ્ત વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય રણ સીમાએથી એક પાકિસ્તાની યુવકને ઘૂસણખોરી કરતાં ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો યુવક માનસિક રીતે અસ્થિર જણાતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેની પાસેથી કોઈ જ સંદિગ્ધ ચીજવસ્તુ મળી નથી.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે BSF દ્વારા ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને ઓપરેશન ‘સર્દ હવા’ લોન્ચ કરાય છે. ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન સરહદે આવેલા જમ્મુ અને કાશ્મિર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવાય છે. ખાસ કરીને, શિયાળાની ઋતુ હોઈ ઠંડી અને ધુમ્મસનો લાભ ઉઠાવીને નાપાક એજન્સીઓ આતંકીઓની ઘૂસણખોરી કરાવવા પ્રયાસો કરતી હોય છે. સામાન્યતઃ ઓપરેશન ‘સર્દ હવા’ ૧૦ દિવસ પૂરતું હોય છે પરંતુ આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાઈ રહ્યો હોઈ આ ઓપરેશન ૧૫ દિવસ લાંબુ ચાલશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

Share it on
   

Recent News  
૧૬ વર્ષ જૂના દુષ્કર્મ કેસમાં ભચાઉના યુવકને ૧૦ વર્ષના સખ્ત કારાવાસની સજા
 
ભુજની કોલેજ છાત્રાનું ગળું કાપી હત્યા કરવાના ગુનામાં સહ આરોપીને જામીનનો ઈન્કાર
 
ગઢશીશાઃ નાણાંની લેતી-દેતીના ડખામાં પાર્ટનરે મિત્રના ગળામાં છરી મારી પતાવી દીધો